જય વિરાણી, કેશોદ: સૌરાષ્ટ્ર ગુજરાતમાં અવાર-નવાર ચોરીની ઘટના બનતી હોય છે ત્યારે કેશોદમાં વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કેશોદના અગતરાય ગામે કારખાનામાં મોડી રાત્રે કારખાનામાં મોડી રાત્રે ચોર ત્રાટક્યા હતા. ચોરોએ કારખાનામાં મજૂરોની ઓરડીના તાળાં તોડીને બધો જ મુદામાલ સાથે લઈ ગયા. તેમાં 25,000 રોકડા, ગેસના બટલા સહિત ઘરની બધી જ ચીજ વસ્તુઓ લઈ રફુચક્કર થઈ ગયા હતા. ઘટના સ્થળે પોલીસ પહોંચી છે અને ચોર વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.
કેશોદ અને આસપાસના કારખાનામાં વારંવાર ચોરીના ઘટના બનતાં વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે. હાઇવે પર આવેલ અનંત સિડ્સ નામના કારખાનામાં આ ઘટના બની છે. બેફામ બનેલા ચોર વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં હાથ ધરવાની વેપારીઓની માંગ છે. જો તેમની માંગ પૂરી કરવામાં નહીં આવે કારખાના એસોશિએશન ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે. આ સમગ્ર ઘટના બાદ કેશોદ પોલીસે ચોરો વિરુદ્ધ તપાસ હાથ ધરી છે.