કેશોદ નગરપાલિકા ના પુવે પ્રમુખે નગરપાલિકા ની ચુંટણીમાં ટીકીટ ની વહેચણીમાં શહેર સંગઠન ના પ્રમુખ અને મહામંત્રી એ રૂપિયા લઈ ટીકીટ આપ્યા નો આક્ષેપ કરી ભાજપ માંથી એકા એક રાજીનામું ધરી દેતાં ચુંટણી ના અંતિમ દિવસે ભાજપ માટે પુવે પ્રમુખે રાજીનામું આપી મુશ્કેલી વધારી દીધી છે.કેશોદ નગરપાલિકા ની ચુંટણી ની ટિકિટમાં ભાજપ ના શહેર પ્રમુખ મહામંત્રી એ ભષટાચાર કયો હોવાનો પુવે નગરપતિ એ આક્ષેપ કરતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે…
અબતકના રિપોર્ટર પ્રકાશદવે સાથે ની વાતચિતમાં શહેર ભાજપ પ્રમુખે તેમને આવું કોઈ રાજીનામું હજુ સુધી મળ્યું નથી તેમ જણાવ્યું હતું
કેશોદ નગરપાલિકા પુવે પ્રમુખ યોગેશભાઈ સાવલિયા એ શહેર સંગઠન ના પ્રમુખ અને મહામંત્રી પોતાના ની સતત ઉપેક્ષા કરતાં હોય અને ચુંટણી ની ટિકિટ આપવામાં પણ પ્રમુખ અને મહામંત્રી એ ભયંકર ભષટાચાર કયો નો આજે મીડિયા સાથે ની વાતચિતમાં આક્ષેપ કર્યો હતો અને પોતાને આ સંગઠન આવ્યું છે ત્યારે હડધૂત કરતાં હોય તેવી સ્થિતિ સર્જાઇ છે ત્યારે આવી સ્થિતિમાં મારે પાટીે કેમ રહેવું ? આ બાબતે મે મારા પાટીે ના ધારાસભ્ય દેવાભાઈ સાંસદ સભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ ને મે મારી વ્યથા જણાવી હતી પરંતુ પાટીે તરફથી કોઈ યોગ્ય જવાબ નહીં મળતા આજે હું મારૂ રાજીનામું આપું છું મારે ભાજપ સાથે વાંધો નથી પરંતુ સ્થાનિક ભાજપ ના સંગઠન પ્રમુખ અને મહામંત્રી ની કાયે શૈલી સામે વાંધો છે જ્યારે ભાજપ આવા લોકો ને કાઢી મુકશે ત્યારે ફરી ભાજપમાં સક્રિય થઈ ને કામ કરીશ તેમ અંતમાં યોગેશભાઈ સાવલિયા એ મીડિયા સાથે ની એક વાતચીત કરતાં જણાવ્યું હતું