સુરક્ષા જવાનોમાં આહિર સમાજની અલગ રેજીમેટ આપવા માંગ: મામલતદારને રજૂઆત
આહિર સમાજના નવ યુવાનો દ્વારા આહિર સમાજની રેજીમેન્ટ તૈયાર કરવામાં આવી છે. અને આ રેજીમેટના યુવાનો દ્વારા દેશમાં સરહદી વિસ્તારમાં કામ કરતા જવાનો માટે અલગ આહિર રેજીમેટ આપવાની માંગણી કરવામાં આવી રહી છે. અને આ માટે આહિર સમાજના રેજીમેટમાં જોડાયેલ હજારો યુવાનો દ્વારા દરેક જિલ્લા તથા તાલુકામાંથી બાઈક રેલી કાઢી હતી અને આ બાઈક રેલીમાં જોડાયેલા યુવાનોનું કેશોદ આહિર સમાજ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતુ અને ત્યારબાદ આ આહિર રેજીમેટ યુવાનોની બાઈક રેલી શહેરમાં ફરી કેશોદ મામલતદાર કચેરી જય મામલતદાર કેશોદને સુરક્ષા જવાનોમાં આહિર સમાજની અલગ રેજીમેટ આપવાની માંગણી કરી છે.