૭૨ સીટરનું કેશોદી અમદાવાદ સુધીનું પ્લેન શરૂ થાય તેવી સંભાવના
કેશોદ એરપોર્ટ નવેમ્બર મહિનામાં ચાલુ થાય તેવા સંકેતો મળી રહ્યાં છે. ૭૨ સીટનું પ્લેનનું કેશોદી અમદાવાદ સુધીનું ભાડુ અંદાજે રૂ.૨૫૦૦ રહેશે. કેશોદ ખાતે રજવાડા વખતનું એરપોર્ટ આવેલું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયી પેસેન્જર ન મળતા હોવાનું બહાનું કાઢી આ એરપોર્ટને બંધ કરી દેવામાં આવેલ હતું.
ત્યારબાદ વખતો વખતની રજૂઆતને અંતે છેલ્લા એકાદ વર્ષથી કેશોદની જનતાને મહિનો બે મહિનામાં એરપોર્ટ ચાલુ ઈ જશે તેવી લોભામણી જાહેરાતો કરવામાં આવી રહી છે અને તાજેતરમાં સાંસદની ચૂંટણીમાં ભાજપ દ્વારા લોકોને એરપોર્ટ ચાલુ કરવાની ખાતરી પણ આપવામાં આવી હતી. ત્યારે જાણકાર સૂત્રમાંથી મળતી આધારભૂત માહિતી મુજબ હવે નવેમ્બર નહિનામાં એટલે કે દિવાળી પહેલા કે પછીના સમયમાં ૭૨ સીટનું પ્લેન શરૂ થશે તેવી માહિતી એરપોર્ટ ઓથોરીટીના સુત્રો દ્વારા પ્રાપ્ત થાય છે ત્યારે હવે તો કોઈ મુદત તો નહીં પડે ને તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે.