કેશોદના મનોજ અમરા મકવાણાએ એસસી-એસટી સવરણોને સાથે રાખી ફરીયાદ નોંધાવી જેમાં ફેસબુકમાં એસસી એસટી એકટ અને ભીમ સ્મૃતિ જેવા શબ્દો ઉચ્ચારવામાં આવ્યો હોવાનો આક્ષેપ આખા એસસી એસટી સમુદાયમાં જાતીવાદ ફેલાવતી પોસ્ટ કરવામાં આવી હતી.
ગઇકાલે તારીખ સાતના રોજ ફેસબુકમાં કેશોદ એરપોર્ટ ડાયરેકટર શુભેન્દ્રુ ક્રિષ્ના શરન દ્વારા તેમના ફેસબુકમાં પોસ્ટ મુકાઇ હતી જેમાં એસસી એસટી એકટ એક પ્રકારની ભીમ સ્મૃતિ છે. જેથી સવરણોને સળગાવવા જોઇએ તેવી પોસ્ટ શેર કરવામાં આવી હતી તેમજ ગંભીર જાતી વાદક ઉશ્કેરણી કરી સવરણોને સીધી રીતે એસસી એસટી સાથે જાતીય અથડામણ કરવાની પ્રવૃતિ બદલ ફરીયાદ કરવામાં આવી છે.
તહોમદાર સામે ગુનો દાખલ કરી પગલા લેવામાં નહી આવે તો ભવિષ્યમાં કોમી તોફાની થવાની શકયતાના ઉલ્લેખ સાથે ફરીયાદ કરવામાં આવી છે. સવિધાનના રચતીયા ડો. બાબાસાહેબ આંબેડકર વિરુઘ્ધ નિમ્ન ભાષાનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ ફરીયાદમાં કરવામાં આવ્યો છે.
તહોમતદાર વિરુઘ્ધ એસસી એસટી સેલ અને સાઇબર ક્રાઇમ તથા દેશમાં કોમી હુલ્લડ કરાવવા માટેની ફરીયાદ નોંધવા પીઆઇને લેખીતમાં ફરીયાદ કરી કેશોદ એરપોર્ટ ડીરેકટર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.