શહીદોના નામે વૃક્ષોનો ઉછેર કરી કાયમી જાણવણી કરવામાં આવશે.શહીદોને કણેરી ગામના આગેવાનો દ્વારા શાબ્દિક શ્રદ્ધાંજલિ આપવામાં આવી.શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો ગ્રામજનો તથા કણેરી ગામના આર્મીમાં જવાનો ઉપસ્થિત રહ્યા.શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં કણેરી ગામના અગ્રણી આગેવાન ડાયાભાઈ દેસાઈએ શહીદોને અનોખી શ્રદ્ધાંજલિ આપવા તૈયારી બતાવી.
તમામ શહીદોના નામે બેતાલીસ વૃક્ષોનું વાવેતર કરી તેનો પાંચ વર્ષ સુધી ઉછેર કરનારને એક વૃક્ષ દિઠ પંદર સો રૂપિયા આપવાની ડાયાભાઈ દેસાઈએ જાહેરાત કરી.શહીદોની કાયમી યાદ રહે તે માટે શહીદોના નામે વૃક્ષોનુ વાવેતર કરવામા આવશે.