કેશોદના આંબાવાડી વિસ્તારના એક ત્રણ માળના કોમ્પ્લેકક્ષમાં શોટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. જેમાં વેપારીઓના માલ સામાનને નુકશાન પહોચ્યું હતું.
કેશોદ ના આંબાવાડી ખાતે આવેલ ત્રણ માળ ના એક કોમ્પલેક્ષમાં ગતરાત્રે નવ વાગ્યે અચાનક શોટ સર્કિટ થવાથી ભયંકર આગ લાગી હતી આ આગ ની જાણ કૈશોદ ફાયરબ્રિગેડ ને થતાં તાત્કાલિક ધટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આગ ને કાબુમાં લીધી હતી પરંતુ વિકરાળ આગ ના કારણે આ કોમ્પલેક્ષ નો મોરા ના ભાગ ભારે ડેમેજ થયો છે અને આ કોમ્પલેક્ષમાં આવેલ બુટ ચંપલ સહીત ની દુકાનો ધરાવતા વેપારીઓના માલ સામાન ને લાખો નું નુકસાન થયાનું જાણવા મળ્યું છે તો બીજી તરફ આગ શોર્ટ સર્કિટ લાગી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે રાત્રે આઠ વાગ્યે વેપારીઓ દુકાનો બંધ કરી ધરે વહી ગયા બાદ આ ધટના બનતા કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ વેપારીઓનો લાખો રૂપિયાનો માલ ખાક થયાની વિગતો સામે આવી છે.