- કેસબારીએ ધસારો વધતાં દિવ્યાંગો, મહિલાઓને સિનિયર સિટીઝન માટે અલગ વિભાગ શરૂ કરાશે
- ચોખાઈ સુવિધા અને દર્દીઓને પડતી મુશ્કેલીઓને ડામવા માટે તબીબી અધિક્ષક ડો. ત્રિવેદીએ અધિકારીઓના ક્લાસ લીધા
સૌરાષ્ટ્ર ભરના દર્દીઓની સારવાર માટે કેન્દ્રસ્થાને રહેલી રાજકોટ પીડીયું સિવિલ હોસ્પિટલમાં સુવિધાઓમાં વધારો કરવા માટે આજ ખુદ તબીબી અધિક્ષક ડો.આર.એસ. ત્રિવેદીએ સમીક્ષા કરીને દર્દીઓની સુવિધામાં વધારો કરવા માટે એક કેસ બારીનો સેડ ઊભો કરવાની જાહેરાત કરી છે. કેસ બારીએ વધતા જતા ઘસારાને પહોંચી વળવા માટે દિવ્યાંગો, મહિલાઓ અને સિનિયર સિટીઝનો માટે અલગથી કેસ બારીનો સેડ ઉભો કરવામાં આવશે.
આ સાથે હોસ્પિટલની ચોખ્ખાઈ સુવિધા અને દર્દીઓને પડતી મુશ્કેલીઓને ડામવા માટે તબીબી અધિક શકે અધિકારીઓના ક્લાસ પણ લીધા હતા.સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો. આર.એસ. ત્રિવેદીએ આજરોજ ઓપીડી વિભાગમાં ઉચ્ચ અધિકારીઓને સાથે રાખી જુદા જુદા વોર્ડની મુલાકાત લીધી હતી. જેમાં દર્દીઓને પડતી મુશ્કેલીઓને ડામવા માટે તેઓએ ત્વરિત નિર્ણય કરી બે કેસબારીમાં વધારો કરી દિવ્યંગો, મહિલાઓ અને સિનિયર સિટીઝન માટે અલગથી કેસબારીનો સેડ ઊભો કરવાની જાહેરાત કરી છે.
તો બીજી તરફ દવાબરીની પણ મુલાકાત લઈ દર્દીઓના સગાઓને દવા લેવામાં તકલીફ ન પડે અને દવાબારીએ થતા ધસારાને પહોંચી વળવા માટે પણ સુવિધાઓ ઊભી કરવામાં આવશે તેવું તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદીએ અબતક સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું. પીડિયું સિવિલ હોસ્પિટલના સુપ્રિેન્ડેન્ટ ડો.આર.એસ.ત્રિવેદીએ શૌચાલયની પણ મુલાકાત લીધી હતી અને આવી જ રીતે ચોખ્ખું રાખવા માટે સ્ટાફને તાકીદ કર્યા હતા. આ સાથે સિક્યુરિટી ગાર્ડને પણ વ્યવસ્થા જાળવવા માટે સૂચનો આપવામાં આવ્યા હતા. જેના કારણે આવતી કાલથી જ સિવિલ હોસ્પિટલમાં વધુ બે કેસબારી શરૂ કરવામાં આવશે અને કેસ માટેનો સેડ ઊભો કરવામાં પણ આવશે.