- વંથલી માર્કેટીંગયાર્ડમાં ભાજપના ભરતી મેળામાં પુર્વ કેબીનેટ મંત્રી જવાહરભાઈ ચાવડાની સુચક ગેરહાજરી
- કોઈપણ નેતા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોય તો અડધી રાતે ફોન કરજો: સી.આર.પાટીલની ટકોર
ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળાની સિઝન શરૂ થઈ છે.ત્યારે જૂનાગઢ જિલ્લાના વંથલી માર્કેટિંગ યાર્ડ ખાતે ભારતીય જનતા પાર્ટીનું કાર્યકર્તા સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બહોળી સંખ્યામાં કોંગ્રેસી હોદેદારો, કાર્યકર્તાઓએ ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો હતો.માણાવદર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લડાણીએ સીઆર પાટીલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો..ત્યારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણી હજારો કાર્યકર્તાઓ તેના મત વિસ્તારના સરપંચો વિધિવત ભાજપમાં જોડાયા હતા.
આ કાર્યક્રમમાં માણાવદરના ભાજપના પૂર્વ ધારાસભ્ય જવારભાઈ ચાવડાની ગેર હાજરી જોવા મળી હતી. ત્યારે છેલ્લા ઘણા સમયથી પૂર્વ કેબિનેટ મંત્રી અને માણાવદરના ભાજપના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા સરકારી કાર્યક્રમાં જોવા મળતા નથી તો બીજી તરફ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો અરવિંદભાઈ લાડાણી ભાજપમાં જોડાયા છે. ત્યારે લોકસભા ની ચૂંટણી માં નવાજૂની ના એંધાણ વર્તાઈ રહ્યા છે
તો બીજી તરફ કોંગ્રેસ પાર્ટીના હોદેદારો ભાજપમાં જોડાવાની સાથે જ કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાવા લાગ્યા છે.ત્યારે જુનાગઢ જીલ્લા પંચાયતના કોંગ્રેસના 3 સભ્ય તેના મત વિસ્તારના કાર્યકર્તાઓ, હોદેદારો સાથે ભાજપમાં જોડાયા હતા.
હાલ જ્યારે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે.અને ભાજપ કોઈપણ ભોગે પોતાની રણનીતિમાં કોઈપણ ઢીલ મૂકવા માંગતું નથી.જેને લઇ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ ,આમ આદમી પાર્ટી કે અન્ય પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદેદારોએ ભાજપમાં જોડાયા તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે…માણાવદરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીનો કેસ ધારણ કરનાર અરવિંદ લાગણીએ જણાવ્યું હતું કે આજે હું વિધિવત રીતે ભાજપમાં જોડાયો છું. હવે મારે ભારતીય જનતા પાર્ટીમાં રહીને પાર્ટીનું કામ કરવાનું છે. હાલમાં હું કોઈ પણ પ્રકારના વાયદા વગર એક કાર્યકર્તા તરીકે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું. અને આવનાર સમયમાં પણ પાર્ટી જે નિર્ણય લેશે તે મને શિરોમાન્ય રહેશે.મારા મત વિસ્તારમાં ઘણા બધા વિશ્લેષણ કર્યા બાદ કાર્યકર્તાઓ સાથે બેઠક કર્યા બાદ, મારા મત વિસ્તારનો વિકાસ કરવા માટે હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો છું.
ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી 26 સીટ જીતવાની હેટ્રિક કરવાની છે ત્યારે કોઈપણ કાર્યકર્તા ઘરમાં ન બેસી રહે. આજે જોડાયેલા કાર્યકર્તાઓ હવેથી ભારતીય જનતા પાર્ટીનો એક ભાગ છે. ત્યારે દરેક કાર્યકરને કહું છું કે એક પણ દિવસ ઘરમાં બેસી ન રહેતા.
અને જો કોઈ કાર્યકર્તા કામ ન કરતો હોય કે પાર્ટીની વિરુદ્ધમાં કામ કરતો હોય તો સીધો મને ફોન કરજો. આપણે સૌએ સાથે મળીને ગુજરાતની 26 સીટ 5 લાખથી વધુ મતોથી જીતવાની છે.