Abtak Media Google News

Table of Contents

  • સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતી રાજકોટની બેઠક ઉપર અનેક વિવાદો વચ્ચે પણ ભાજપની નિશ્ચિત મનાતી જીત, કોંગ્રેસના પરેશ ધાનાણીએ પણ આપી બરાબરની ટક્કર

રાજકોટ લોકસભા બેઠક ઉપર વિવાદો વચ્ચે પણ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા જીત તરફ આગળ વધી રહ્યા છે. જો કે સામે કોંગ્રેસના પરેશ ધાનાણીએ તેઓને અસરકારક ટક્કર પણ આપી છે.

રાજકોટ લોકસભા ચૂંટણી 2024 માટે ત્રીજા તબક્કામાં 7 મે ના રોજ મતદાન થયું હતું. હવે આજે ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા મતગણતરી ચાલી રહી છે. રાજકોટ લોકસભા બેઠક ઉપર ભાજપના પરષોત્તમ રૂપાલા અને કોંગ્રેસના પરેશ ધાનાણી વચ્ચે જંગ જામ્યો હતો. રાજકોટમાં ભાજપના પરષોત્તમ રૂપાલા વિવાદ વચ્ચે પણ જીત મેળવવામાં સફળ રહે તેવું ચિત્ર ઉપસ્યું છે. કારણકે તેઓ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી કરતા આગળ છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટને ભાજપનો ગઢ માનવામાં આવે છે. મતદાન પૂર્વે જ ભાજપનો આ ગઢ સળગ્યો હતો. કારણકે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વિવાદિત નિવેદન આપ્યું હતું. જેને પગલે ભારે વિરોધ થયો હતો. ક્ષત્રિય સમાજે આંદોલન પણ છેડયું હતું. આ ઘટનાને લઈને ભાજપે ડેમેજ કંટ્રોલ કરવાના ભરપુર પ્રયાસો કર્યા હતા. આ વિવાદો છતાં પણ રાજકોટ બેઠક ઉપર પરંપરા મુજબ જ ભાજપ જીત તરફ આગળ વધી રહ્યું છે.

લોકસભા બેઠક ઉપરના ઉમેદવારો

ચમનભાઈ સવસાણી – બસપા

પરેશ ધાનાણી – કોંગ્રેસ

પરષોત્તમ રૂપાલા- ભાજપા

નિરલભાઈ અજાગિયા – અપક્ષ

જીગ્નેશભાઈ મહાજન – અપક્ષ

નયન ઝાલા – અપક્ષ

પ્રકાશ સિંધવ – અપક્ષ

ભાવેશ આચાર્ય – અપક્ષ

ભાવેશભાઈ પીપળીયા- અપક્ષ

બેઠક ઉપર 59.69 ટકા મતદાન નોંધાયું હતું

રાજકોટ લોકસભા સીટ પર 7 મે ના રોજ ત્રીજા તબક્કામા મતદાન થયું હતું. રાજકોટમાં કુલ 59.69 ટકા મતદાન થયું હતું. વિધાનસભા વિસ્તાર મુજબ મતદાન ટકાવારી પર નજર કરીએ તો જસદણમાં 55.68 ટકા, રાજકોટ ઈસ્ટમાં 57.88 ટકા, રાજકોટ રુરલમાં 58.58 ટકા, રાજકોટ દક્ષિણમાં 57.80 ટકા, રાજકોટ વેસ્ટમાં 58.27 ટકા, ટંકારામાં 66.84 ટકા અને વાંકાનેરમાં 64.83 ટકા મતદાન નોંધાયું હતું.

2019માં શુ પરિણામ આવ્યા હતા ?

2019 લોકસભા ચૂંટણીની વાત કરવામાં આવે ભાજપના ઉમેદવાર મોહન કુંડારિયાનો કોંગ્રેસના લલિત કગથરા સામે 3,68,407 મતોથી વિજય થયો હતો. મોહન કુંડારિયાને 63.47 ટકા અને લલિત કગથરાને 32.65 ટકા વોટ મળ્યા હતા.

લોકસભા ચૂંટણી રાજકોટ બેઠક પર ચૂંટાયેલા સાંસદ

1952 – હિંમતસિંહજી (કોંગ્રેસ)

1952 – ખંડુભાઈ દેસાઈ (કોંગ્રેસ)

1962 – યુ એન ઢેબર (કોંગ્રેસ)

1967 – મીનુ મસાની (સ્વતંત્ર પાર્ટી)

1971 – ઘનશ્યામ ઓઝા (કોંગ્રેસ)

1977 – કેશુભાઈ પટેલ (જનતા પાર્ટી)

1980 – રામજીભાઈ માવાણી(કોંગ્રેસ)

1984 – રમાબેન પટેલ (કોંગ્રેસ)

1989 – શિવલાલ વેકરિયા (ભાજપ)

1991 – શિવલાલ વેકરિયા (ભાજપ)

1996 – વલ્લભ કથીરિયા (ભાજપ)

1998 – વલ્લભ કથીરિયા (ભાજપ)

1999 – વલ્લભ કથીરિયા (ભાજપ)

2004 – વલ્લભ કથીરિયા (ભાજપ)

2009 – કુંવરજી બાવળિયા (કોંગ્રેસ)

2014 – મોહન કુંડારિયા (ભાજપ)

2019 – મોહન કુંડારિયા (ભાજપ)

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.