ગત ચૂંટણીમાં કોંગ્રેસે 4 બેઠક મેળવી હતી, આ ચૂંટણીમાં ભાજપે ફરી બેઠકો આંચકી લીધી

સુરેન્દ્રનગર જિલ્લામાં 2017માં ભાજપની જેવી સ્થિતિ થઈ હતી તેનાથી પણ વધુ ખરાબ સ્થિતિ 2022માં થઈ છે. જિલ્લાની પાંચેય બેઠક વઢવાણ, ચોટીલા, ધ્રાંગધ્રા,  લીંબડી અને દસાડા પર ભાજપ જીતની થઈ છે. 2017માં અહીં કોંગ્રેસે ચાર બેઠક જીતી હતી. જ્યારે ભાજપને માત્ર એક બેઠક મળી હતી.

દસાડા બેઠક એસસીઅનામત બેઠક છે. અહીં કુલ 9 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. 2017માં અહીં ભાજપના રમણ વોરા સામે કોંગ્રેસના નૌશાદ સોલંકીની જીત થઈ હતી. 2022માં કોંગ્રેસે નૌશાદ સોલંકીને રિપિટ કર્યા હતા. તો ભાજપે અહીં પરષોતમ પરમારને અને આમ આદમી પાર્ટીએ અરવિંદ સોલંકીને મેદાને ઉતાર્યા હતા.

લીબડી બેઠક પર 15 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. 2017માં અહીં કોંગ્રેસના સોમા પટેલની ભાજપના કિરીટસિંહ રાણા સામે જીત થઈ હતી. 2022ના જંગમાં અહીં કોંગ્રેસે કલ્પનાબેન મકવાણાને ટિકિટ આપી છે. તો ભાજપે સીટીંગ એમએલએ કિરીટસિંહને રિપિટ કર્યા હતા અને આમ આદમી પાર્ટીમાંથી અહીં મયુર સાકરિયાને ટિકિટ અપાઈ હતી. સામાન્ય રીતે ભાજપ ટિકિટની જાહેરાત કર્યા બાદ નામમાં ફેરફાર ઓછા કરે છે.પરંતુ, વઢવાણ બેઠક એવી છે કે, અહીં 2022ના જંગ માટે જિજ્ઞા પંડ્યાને ટિકિટ અપાયા બાદ જ્ઞાતિ સમીકરણ જાળવવા જગદીશ મકવાણાને ટિકિટ આપવામાં આવી હતી. તો કોંગ્રેસમાંથી તરુણ ગઢવી અને આમ આદમી પાર્ટીમાંથી હિતેશ પટેલ મેદાનમાં હતા. આ બેઠક પર કુલ 11 ઉમેદવારો વચ્ચે ટક્કર છે.ધ્રાંગધ્રા બેઠક પર કુલ 13 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. અહીં 2017માં કોંગ્રેસના પરસોતમ સાબરિયાની જીત થઈ હતી. જો કે, બાદમાં પરસોતમ સાબરિયાએ રાજીનામું આપી ભાજપમા ંજોડાયા હતા અને પેટાચૂંટણીમાં જીત મેળવી હતી. 2022માં ભાજપે આ બેઠક પર પરોસતમ સાબરિયાની જગ્યાએ પ્રકાશ વરમોરાને ટિકિટ આપી છે. તો કોંગ્રેસે છત્રસિંહ ગુજરિયા અને આમ આદમી પાર્ટીએ વાઘજી પટેલને મેદાને ઉતાર્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.