કોંગ્રેસના કાર્યકાળમાં મોટા ભાગની સહકારી સંસ્થાઓ તેમની પાસે હતી પરંતુ કોંગ્રેસનુ નેતૃત્વ આ સંસ્થાઓનો દુરઉપયોગ કરતી હતી: પ્રદિપસિંહ વાઘેલા
સહકારી ક્ષેત્રે અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં સહકારી ક્ષેત્રના કામોમાં પુરતુ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. સહકારી ક્ષેત્ર દેશની પ્રગતીમાં મજબૂત પાયો બની રહ્યુ છે આવા વિકાસલક્ષી કાર્યોથી પ્રેરણા લઇ અમુલ ડેરીના ડિરેક્ટર પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના વરદ હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. જુવાનસિંહ ચૌહાણ, સિતાબેન પરમાર, શારદાબેન પટેલ અને ઘેલાભાઇ ઝાલા ભાજપ જોડાયા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ગૃહમંત્રી અને સહકારમંત્રી અમિતભાઇ શાહના માર્ગદર્શનમાં આજે સહકારી સંસ્થાઓ મજબૂત થઇ રહી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના માર્ગદર્શનમાં સહકારી સંસ્થાઓને વધુ મજબૂત બની છે.
કોંગ્રેસના કાર્યકાળમાં મોટા ભાગની સહકારી સંસ્થાઓ તેમની પાસે હતી પરંતુ કોંગ્રેસનુ નેતૃત્વ આ સંસ્થાઓનો દુરઉપયોગ કરતી હતી એટલે પશુપાલકો અને ખેડૂતોએ ભાજપના નેતૃત્વ પર ભરોસો મુક્યો છે અને આજે રાજયના મોટા ભાગના એપીએમસી સહિત સહકારી માળખામાં ભાજપના કાર્યકરો સેવા આપી રહ્યા છે. આજે ખેડા અને આંણદ જીલ્લાના સહકારી આગેવાનો કોંગ્રેસ સાથે છેડો ફાડી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે તેમનુ પક્ષમાં હ્રદયથી સ્વાગત કરુ છું.
આગામી સમયમાં આ ચારેય ડિરેકટરો જિલ્લાના પશુપાલકો અને ખેડૂતોને વધુ મજબૂત કરવા કામ કરશે તેવી અપેક્ષા છે. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા પ્રમુખ વિપુલભાઇ પટેલ, પુર્વ ધારાસભ્ય રામસિંહ પરમાર, ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણ રાજેશભાઇ ઝાલા, યોગેન્દ્રસિંહ પરમાર, રાજેન્દ્રભાઇ પાઠક પુરવઠા નિગમના પુર્વ ચેરમેન, પ્રદેશ સહ પ્રવકતા ડો.રૂત્વીજ પટેલ તેમજ પ્રદેશ મીડિયા સહ ક્ધવીનર ઝુબિનભાઇ આસરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.