જામજોધપુર પંથકના ગામોના સરપંચ સહિત કોંગ્રેસના 60 થી વધુ આગેવાનો કાર્યકરો ભાજપમાં જોડાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે જામનગર જિલ્લાની જામજોધપુર વિધાનસભા બેઠક પર ભાજપ તરફી માહોલ બનવા માંડ્યો છે. જામજોધપુર બેઠકના ભાજપના ઉમેદવાર ચિમનભાઇ સાપરિયાના સમર્થનમાં જામવાડી ગામના સરપંચ સહિત 60થી વધુ કોંગી કાર્યકરો અને આગેવાનોએ કેસરિયા કર્યાં છે. ચિમનભાઇ સાપરિયા વર્ષોથી લોક સેવા કરી રહ્યા છે. તેઓએ રાજ્ય સરકારના મંત્રી તરીકે પણ જામજોધપુર વિસ્તારના વિકાસ કામોની હારમાળા સર્જી દીધી હતી. છેલ્લા પાંચ વર્ષથી કોંગી ધારાસભ્યના કાર્યકાળમાં જામજોધપુર પંથકનો વિકાસ અટકી ગયો છે. હવે પંથકના લોકોએ ફરી ચિમનભાઇને પોતાના જન પ્રતિનિધિ તરીકે ચૂંટી કાઢી સમગ્ર વિસ્તારને વિકાસના મોડ પર મૂકવાનું મન બનાવી લીધું છે. જામજોધપુરના જામવાડી ગામે કોંગ્રેસના સરપંચ સહિત 60 થી વધારે કાર્યકર્તાઓએ કેસરિયા કર્યા હતા. જામવાડી ગામના સરપંચ, ઉપસરપંચ, માજી સરપંચ, પૂર્વ પંચાયત સભ્ય સહિતના આગેવાનો, કાર્યકર્તાઓ અને ગ્રામજનો જોડાયા હતા. તમામનું ખેસ પહેરાવી સ્વાગત કરાયું હતું.

“ભારતીય જનતા પાર્ટીનું કમળ સોળે કળાએ ખીલ્યું” તાલુકાના જામવાડી  ખાતે હજારો કાર્યકર્તા અને શુભેચ્છકોની ઉપસ્થિતિમાં ભવ્ય જાહેરાસભાનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં તમામ સમાજ અને વર્ગના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસ પાર્ટીના અસંખ્ય કાર્યકર્તાઓએ તેમની પાર્ટી છોડી અને ભારતીય જનતા પાર્ટીનો કેસરિયો ધારણ કર્યો હતો. આ કાર્યક્રમમાં આગેવાનોએ દેશદ્રોહી આમ આદમી પાર્ટીને પછાડવાનો સંકલ્પ કરાવ્યો હતો અને હજારો કાર્યકર્તાઓએ આ સંકલ્પ પૂરો કરવા ખાતરી આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.