- પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં કેસરિયો ખેસ ધારણ કર્યો
માણાવદર વિધાનસભા બેઠકના પૂર્વ કોંગી ધારાસભ્ય અરવિંદભાઇ લાડાણીએ આજે વિધિવત ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી લીધો છે. આજે પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાઇ ગયા હતા.
લોકસભાની ચુંટણી પહેલા કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષના કુલ છ ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા છે. વિસાવદર બેઠકના આપના ધારાસભ્ય ભુપત ભાયાણી, ખંભાત બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ, વિજાપુર બેઠકના કોંગી ધારાસભ્ય ડો. સી.જે. ચાવડા, વાઘોડીયા બેઠકના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, પોરબંદર બેઠકના કોંગી ધારાસભ્ય અર્જુનભાઇ મોઢવાડીયા અને માણાવદર બેઠકના કોંગી ધારાસભ્ય અરવિંદભાઇ લાડાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામા આપી દીધા હતા.
જે પૈકી અરવિંદ લાડાણી સિવાયના તમામ પૂર્વ ધારાસભ્યોએ વિધિવત રીતે ભાજપમાં જોડાઇ ગયા છે. દરમિયાન આજે ભાજપના પ્રદેશ અઘ્યક્ષ સી.આર. પાટીલ જુનાગઢ જીલ્લાના પ્રવાસે છે. ત્યારે વંથલી માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયેલા એક વિશેષ કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઇ લાડાણીએ ભાજપનો ખેસ ધારણ કરી લીધો હતો.
લોકસભાની આગામી ચુંટણીમાં ગુજરાત વિધાનસભાની વિસાવદર, ખંભાત, વિજાપુર, વાઘોડીયા, પોરબંદર અને માણાવદર વિધાનસભા બેઠકો માટે પેા ચુંટણી યોજાશે.