કેશોદમાં લોકડાઉન ચારમાં એજન્સીઓ અને ગલ્લા શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ કેટલાક મોટા લોભિયા વેપારીઓ પાન મસાલાની છાપેલી કિંમત કરતા અનેક કિંમત લઇ રહ્યા છે ત્યારે કેશોદ કેશરી સેનાના પ્રમુખ પ્રવીણ પટેલ દ્વારા નાના પાન ગલ્લાની દુકાન ધરાવતા અને વધુ ભાવ લેનાર વેપારીઓને સાથે રાખીને કેશોદ મામલતદાર કચેરી અને નગરપાલિકા ખાતે આવેદન પત્ર આપ્યું હતું. અને કાળા બજાર કરતા લોભિયાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જેમાં કેશોદના અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો પાસે છાપેલી કિંમત કરતા વધુ પૈસા પણ લેવામાં આવી રહ્યા હોય તેવા લેભાગુ વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
Trending
- Poco એ લોન્ચ કર્યો ન્યુ X7 Pro, જાણો ફીચર્સ અને કિંમત…
- સરકારના નવતર પ્રયોગ થકી ત્રણ વર્ષમાં 16155 કરોડનું 87607 કિલો ડ્રગ્સ ઝડપાયું
- મોબાઈલ પ્રતિબંધ પ્રાથમિક શાળાઓમાં ફરજીયાત કરાશે: શિક્ષણ મંત્રી
- છૂટાછેડા પહેલા પકડાયો યુઝવેન્દ્ર ચહલ, આ સુંદરીને કરી રહ્યો છે ડેટ!
- અરવલ્લી: આંબલીયારા ગામના યુવકે પોલીસમાં ASI તરીકે ઓળખ આપી યુવકો સાથે છેતરપિંડી કેસનો મામલો
- મહેસાણા: LCB ટીમે નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો જપ્ત કર્યો
- કેશોદ: તાલુકા પંચાયત પરિવારનો સ્નેહમિલન તેમજ ચિંતન શિબિરનો કાર્યક્રમ યોજાયો
- કેશોદ: PMJAY યોજનામાં હોસ્પિટલના દર્દીઓને લૂંટતા હોવાના આક્ષેપો આવકાર હોસ્પિટલના ડોક્ટરે કર્યા