તાલાલામાં આ વર્ષ કેરીની હરરાજી ૧૧ દિવસ વહેલી શરૂ થશે
ગીર પંકમાં આ વર્ષે કેરીનો મબલખ પાક વાની શક્યતા છે. સાનુકૂળ હવામાનને લીધે આંબાવાડીઓમાં કેરીના ઝૂંડ લટકી રહ્યા છે. તાલાલામાં આ વર્ષે કેરીની હરાજી અગિયાર દિવસ વહેલી શે. માર્કેટયાર્ડના સત્તાવાળાઓએ આગામી તા. ૨૨મી એપ્રિલી હરાજીનો શુભારંભ કરવાની જાહેરાત કરી છે. બપોરે બે વાગે પ્રમ હરાજી બોલાશે. ગત વર્ષે તા. ૩જી મેના દિવસે કેસર કેરીના પ્રમ વેચાણ યાને હરાજીનો પ્રારંભ યો હતો. કેસર કેરીનું સારું એવું ઉત્પાદન વાની આશા છે.
જોકે ખેડૂતોના કહેવા મુજબ આ વર્ષે મિશ્ર હવામાનને લીધે કેરીના પાકમાં મઘીયો નામનો રોગ વાી ખેડૂતોને વ્યાપક નુકસાન ઈ રહ્યું છે. બાગાયત વિભાગ દ્વારા કુલ ૨૪ ગામોમાં સર્વે કરવામાં આવ્યો છે. તાલાલા માર્કેટયાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ આંબાવાડીના ખેડૂતો અને કમિશન એજન્ટોની એક બેઠક તાજેતરમાં યોજાઈ હતી. આ બેઠકમાં કેસર કેરીની હરાજી તા. ૨૨મી એપ્રિલી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગત વર્ષે આશરે ૧૦.૬૦ લાખ બોક્સની આવક ઈ હતી. આ વખતે પાકને નુકસાન યું હોવાી આવકનો આંક વધી શકશે નહીં. જોકે ગીર વિસ્તારમાં આંબા મોટા પાયે પરાયેલા હોવાી કેરીની આવકો ચાલુ જ રહેશે.