ઘણા કિસ્સાઓમા આપણે સાંભળ્યુ હોય છે કે કોઈ યુવકને યુવતી ગમતી હોય અને લગ્ન કોઈ બીજી વ્યક્તિ સાથે કરવા પડે. અથવા તો સગાઈ થઈ ગઈ હોય છતાં પણ બીજી કોઈ યુવતી સાથે રિલેશનશીપ રાખી હોય. ભલે ગમે એટલા રિલેશનશીપ રાખે લગ્ન તો પણ કોઈ એક વ્યક્તિ સાથે જ થઈ શકે છે. ત્યારે એક આદિવાસી યુવકે 2 યુવતિઓ સાથે એક જ મંડપમાં લગ્ન કર્યા.
આ ઘટના તેલંગણાના આદિલાબાદ જિલ્લામાં ઉટનૂર ગામમાં બની છે. જેમાં એક યુવકના લગ્ન 2 યુવતીઓ સાથે એક જ મંડપમાં થયા હતા .આશ્ચર્યની વાત તો એ છે કે તેણે ટીચરની ટ્રેનિગ પ્રાપ્ત કરેલી છે છતાં તેણે 2 લગ્ન સાથે કરીને આવું કૃત્ય કર્યું છે. હાલમાં આ યુવાન નોકરીની શોધમાં છે.
અર્જુન છેલ્લામાં 3 વર્ષથી બંને યુવતીઓ સાથે રિલેશનશિપમાં હતો . બંને યુવતીઓ અર્જુનની કાકાની છોકરી છે. તેમાંથી એક યુવતી ઉષારાણીએ અર્જુન એક ગામમાં રહે છે, જ્યારે સૂર્યકલા બાજુના ગામ શુંભુગુડમમાં રહે છે. ત્રણેયના કુટુંબીજાનો સાથે થયેલી વાતચીતમાં જાણવા મળ્યું છે કે અર્જુને એક મહિના પહેલા જ આ વાતનો સ્વીકાર કાર્યો હતો કે તે ઉષારાણી અને સૂર્યકાલા બંનેને પ્રેમ કરે છે અને લગ્ન પણ બને યુવતીઓ સાથે જ કરશે. જો પરિવારના લોકોએ મંજૂરી આપ્યા બાદ અર્જુન બંને દિકરીઓએ એક જ દિવસે એક જ લગ્ન મંડપમાં લગ્ન કર્યા.
ઉટનૂર મંડળના કાઉન્સિલ, પંડરા જયવંથરાવએ કહ્યું કે બંને યુવતિઓની મરજીથી આ લગ્ન થયા છે. આદિવાસી જન-જાતિઓમાં એક જ સમયે બે લગ્ન થવા એ સામાન્ય બાબત છે. સોશિયલ મીડિયામાં આ લગ્નના ફોટા વાયરલ થયા છે. જેને લઈને સોશિયલ મીડિયા પર ઘણી ટિપ્પણી પણ કરવામાં આવી છે