કે માર રોચ બન્યો મેન ઓફ ધ મેચ
શેનન ગૈબ્રિએલની મદદથી વેસ્ટ ઇંડીઝે બાગ્લાદેશને પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ર૧૯ રનથી હરાવ્યું છે. પહેલી ઇનિંગમાં બાંગ્લાદેશની ટીમ ન્યુનતમ ટેસ્ટ સ્કોર ૪૩ પર આઉટ થઇ હતી, વીડીઝે પહેલી ઇનીંગમાં ક્રેગ બ્રેથવેટની શતકથી ૪૦૬ રન બનાવ્યા હતા. આ મુકાબલામાં બોલર કેમાર રોચને મેન ઓફ ધ મેચ બનાવવામાં આવ્યા હતા. સીરીઝના બીજા તેમજ અંતિમ મેચ ૧રમી જુલાઇએ કિંગ્સટનમાં રમાશે.
બાંગ્લાદેશની બીજી ઇનીંગ્સ ૧૪૪ પર સંકેલાઇ ગઇ હતી બાંગ્લાદેશની બીજી ઇનીંગ્સમાં નુરુલ હસને સર્વાધિક ૬૪ રન બનાવ્યા હતા. આ ઉપરાંત રુબેલ હુસેને ૧૬, મહમુદુલ્લાહે ૧પ, તમીમ ઇકબાલે ૧૩ અને કેપ્ટન શાકિલ અલ હસેન પોતાની ટીમ માટે ૧ર રન જોડાયા હતા. ત્યારે વીડીંઝ અને શેનન ગેબ્રિએલે બીજી ઇનીંગમાં પ વિકેટથી ઝડપી હતી. રાકેપ્ટન જેસલ હોલ્ડરે ત્રણ અને મિગુએલ કર્મિસે બે વિકેટ લીધી હતી.