ઇડુક્કી ડેમના ગેટ 26 વર્ષ પછી ખોલવામાં આવ્યાં
#Kerala: Two more shutters of Idukki dam were opened today morning, increasing the water flow into Periyar river to 125 cuses (1,25,000 ltres/sec); Visuals from Idduki dam and Idukki Dam catchment area pic.twitter.com/r3hGFUOgW4
— ANI (@ANI) August 10, 2018
હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી 21 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યુ છે. તો કેરળમાં પૂર-વરસાદથી સ્થિતિ વધુ વણસી છે. શુક્રવારે સવારે ઇડુક્કી ડેમના બે ગેટ ખોલવામાં આવ્યાં હતા. અહીં છેલ્લાં બે દિવસમાં 10 હજાર લોકોને રાહત શિબિરમાં મોકલવામાં આવ્યાં છે.
Kerala: Death toll due to flooding and landslides following heavy and incessant rains in the state rises to 26. pic.twitter.com/1sJ61QgDU3
— ANI (@ANI) August 10, 2018
આગામી 24 કલાકમાં વધુ વરસાદ પડે તેવી સંભાવના છે. રાજ્યના 24 ડેમના ગેટ ખોલવાથી અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ગુરૂવારે રાત્રે વાદળ ફાટવાથી ત્રણ ગામમાં ભારે નુકસાન થયું છે. રાજ્યમાં છ દિવસ સુધી ભારે વરસાદનું એલર્ટ છે.
કેરળમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી 26 લોકોના મોત નિપજ્યાં છે. આપદા પ્રબંધન અધિકારીઓના જણાવ્યા મુજબ ઇડુક્કી જિલ્લામાં 11 લોકોનાં મોત થયા છે. અહીં અત્યારસુધી 10 હજાર લોકોને રાહત શિબિરમાં મોકલવામાં આવ્યાં છે. નદીઓ ભયજનક સપાટીએ હોવાના કારણે રાજ્યના 24 ડેમના દરવાજા ખોલવામાં આવ્યાં છે.
કર્ણાટકના મુખ્યમંત્રી એચ.ડી.કુમારસ્વામીએ કેરળમાં 10 કરોડ રૂપિયા અને રાહત સામગ્રી મોકલવાના નિર્દેશ આપ્યાં છે.