કેરળના વાયનાડમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. વરસાદના કારણે ભૂસ્ખલનના સમાચાર છે જેમાં 100થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 11 લોકોના મોત થયા છે, જેમાં ત્રણ બાળકો પણ સામેલ છે.

IQ8nn01j Untitled 1 2

કેરળ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (KSDMA) એ જણાવ્યું કે અસરગ્રસ્ત વિસ્તારમાં ફાયર બ્રિગેડ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની ટીમો તૈનાત કરવામાં આવી છે. NDRFની વધારાની ટીમ વાયનાડ જઈ રહી છે. વિસ્તારના સીએમઓના જણાવ્યા અનુસાર, આરોગ્ય વિભાગ – રાષ્ટ્રીય આરોગ્ય મિશનએ કંટ્રોલ રૂમ ખોલ્યો છે અને કટોકટીની સહાય માટે હેલ્પલાઇન નંબર 9656938689 અને 8086010833 જારી કર્યા છે.

D5F1yVgQ t11

એરફોર્સના બે હેલિકોપ્ટર રવાના થયા

વાયુસેનાના બે હેલિકોપ્ટર MI-17 અને એક ALH સવારે 7.30 વાગ્યે સુલુરથી રવાના થયા છે. બચાવ કામગીરીનું સંકલન કરવામાં આવશે.

કેરળમાં વ્યથિરી, કાલાપટ્ટા, મેપ્પડી અને માનંતવડી હોસ્પિટલ સહિતની તમામ હોસ્પિટલો તૈયાર છે. તમામ આરોગ્ય કર્મચારીઓ રાત્રે સેવા માટે આવી પહોંચ્યા હતા. વાયનાડમાં આરોગ્ય કર્મચારીઓની વધુ ટીમો તૈનાત કરવામાં આવશે. કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે આ જાણકારી આપી છે.

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.