ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાને કહ્યું, ગુજરાત કોંગ્રેસ કેરળના કોંગ્રેસીઓએ કરેલા ગૌવંશની હત્યા અને ગૌમાંસની પાર્ટીમાં જવાબ આપે
ભાજપ પ્રદેશ પ્રવકતા ભરત પંડયાએ જણાવ્યું હતું કે કેરળ ખાતેની કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓએ જાહેરમાં કરેલી ગાયના વાછરડાની હત્યા બાદ ગૌમાંસ પકવીને મિજબાનીનું ઘોક કૃત્ય સમગ્ર દેશનાં કરોડો નાગરીકોના હ્રદયને હચમચાવી ગયું છે. કોંગ્રેસના આ અપકૃત્યને વખોડી નાંખીને દેશની જનતાએ તીવ્ર પ્રત્યાઘાત સાથે કોંગ્રેસ સામે ધિકકાર અને નફરતની લાગણી પ્રગટ કરી છે.
પંડયાએ કેરળ કોંગ્રેસના આ અપકૃત્યની ઘોરનિંદ્રા કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસના આ પ્રકારના કાળા કરતુતો દેશના કરોડો લોકોના મન-હ્રદયમાં આઘાત પહોંચાડનારા છે. અને દેશની સંસ્કૃતિ, અસ્મિતા પર ઘા કરનારા છે. કોંગ્રેસ આ પ્રકારનુ ક્રુર અને પાપી ઘટનાઓ દ્વારા દેશમાં શું દિશા આપવા માંગે છે ? કોગે્રસ આ પ્રકારની વાણી, વર્તન વ્યવહારથી ભારતીય સંસ્કૃતિ સામે પોતાની વિકૃત માનસિકતા વ્યકત કરી રહી છે. કોંગ્રેસ ભારત દેશની સંસ્કૃતિ અસ્મિતા પરંપરા અને દેશની વિચારધારા વિ‚ઘ્ધની એક રાજકીય પાર્ટી છે. મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીનો નેતૃત્વમાં ભાજપ સરકારે જયારે ગુજરાતમાં ગૌ હત્યા માટેનો કડક કાયદો લાવવા માટેનું વિધયેક રજુ કર્યુ ત્યારે કોંગ્રેસે તેનો વિધાનસભા ગૃહનો બહિષ્કાર કર્યો હતો. આજે કેરળમાં કોંગ્રેસના નેતાઓ
અને કાર્યકર્તાઓ દ્વારા ઘોર નિંદનીય કૃત્ય કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ તેને છાવરવા માટે ભાજપ ઉપર જુઠ્ઠા આક્ષેપો લગાવી રહી છે.
પંડયાએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ ઇતિહાસમાં મહારાણા પ્રતાપના બદલે અકબરને વધુ મહત્વ આપ્યું, શિવાજી કરતાં પણ વિશેષ ઔરંગઝેબને મહત્વ આપ્યું હતું. દેશની સંસ્કૃતિ અભ્યતા, માનબિંદુઓને કોંગ્રેસ કયારે મહત્વ આપ્યું નથી પરંતુ નહેરુ ગાંધી પરિવારના નેતાઓને જ મહત્વ આપ્યું છે. ઇતિહાસને તોડી મરોડીને રજુ કરવાનુંકાર્ય કોંગ્રેસ કર્યુ છે.
પંડયાએ જણાવ્યું હતું કે પહેલા સ્વતંત્રતા માટે જે.એન.યુ. મા અફઝલ જેવા આતંકવાદીને શહીર કહીને સમર્થન આપ્યું હતું. હવે ખાન-પાનની સ્વતંત્રતા નામે ગૌ હત્યા કરીને ગૌ માંસની પાર્ટી કરીને દેશની સંસ્કૃતિ વિ‚ઘ્ધ લાગણીઓને ઉશ્કેરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે. પરંતુ ગુજરાત કોંગ્રેસ એટલું સમજીલે કે આ કેરળ નથી પણ આ ગુજરાત છે. કેન્દ્રમાં નહી પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની અને રાજયના વિજયભાઇ ‚પાણીના નેતૃત્વવાળી ભાજપની સરકાર છે.કોંૈગ્રેસના સંસ્કૃતિ વિરોધના વિચારો કયારે દેશ કે ગુજરાતની જનતા સ્વીકારતી નથી. ગુજરાત કોંગ્રેસ કેરળના કોંગ્રેસીઓએ કરેલ ગૌવંશની હત્યા અને ગૌ માંસની પાર્ટીનો જવાબ આપે. ગુજરાત વિધાનસભા ગૃહમાં ગૌ હત્યા સંદર્ભમાં વિધેયક લાવવામાં આવ્યું કોંગ્રેસે વિધેયકનો હોબાળો કરીને ગૃહનો બહિષ્કાર કર્યો હતો તે ગુજરાતની જનતા ભૂલી નથી. તેમ પંડયાએ અંતમાં જણાવ્યું હતું.