મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શનમાં કાર્યરત સી.એમ-ડેશબોર્ડની કાર્યપદ્ધતિના અભ્યાસ માટે કેરાલાના ચીફ સેક્રેટરીએ લીધી સી.એમ-ડેશબોર્ડની મુલાકાત મુખ્યમંત્રી સાથે સૌજ્ન્ય બેઠક યોજી
સી.એમ-ડેશબોર્ડ એવી સુગ્રથિત અને સર્વગ્રાહી વ્યવસ્થા છે જેનાથી સામાન્ય નાગરિક-છેવાડાના માનવી સુધી પહોચતી સરકારી યોજના-લાભોનું રિયલ ટાઇમ મોનિટરીંગ થઇ શકે:- કેરાલાના મુખ્ય સચિવ
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાત સી.એમ-ડેશબોર્ડની કાર્યપ્રણાલિ નિહાળવા આપેલા સૂઝાવને પગલે કેરાલાના મુખ્ય સચિવે વરિષ્ઠ અધિકારીઓ સાથે ડેશબોર્ડની તલસ્પર્શી માહિતી મેળવી
CM થી CITIZENને જોડતી ટેક્નોલોજી આધારિત સંકલિત વ્યવસ્થા-
સી.એમ-ડેશબોર્ડ દેશભરમાં ગુજરાતની પહેલ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શનમાં મુખ્યમંત્રી નિવાસસ્થાન ગાંધીનગર ખાતે કાર્યરત CM થી CITIZEN ને જોડતા સી.એમ-ડેશબોર્ડની સમગ્ર કાર્યપ્રણાલિના અભ્યાસ અને તલસ્પર્શી નિરીક્ષણથી જાતમાહિતી માટે કેરાલા સરકારના મુખ્ય સચિવ શ્રી વી.પી.જોય એ આ ડેશબોર્ડની મુલાકાત લીધી હતી
મુખ્યમંત્રી નિવાસસ્થાને તેઓ અઢી-ત્રણ કલાક સુધી રોકાણ કરીને સી.એમ-ડેશબોર્ડની સંપૂર્ણ વિગતોથી વાકેફ થયા હતા.
મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન અને સચિવaએ તેમને સી.એમ-ડેશબોર્ડની વિશેષતાઓ અને સર્વગ્રાહી કાર્યપદ્ધતિ સમજાવી હતી. મુખ્ય સચિવ પંકજકુમાર પણ આ વેળાએ ઉપસ્થિત રહ્યા હતા.
કેરાલાના મુખ્ય સચિવએ ગુજરાતે અદ્યતન ટેક્નોલોજીનો સંપૂર્ણ રિયલ ટાઇમ મોનિટરીંગ ક્ષેત્રે ઉપયોગ કરીને વિકસાવેલી દેશભરમાં પહેલરૂપ આ કાર્યપદ્ધતિની પ્રસંશા કરી હતી.
તેમણે કહ્યું કે લોકોને મળતી વિવિધ સરકારી સેવાઓના મોનિટરીંગની આ પદ્ધતિ અને લાભાર્થીઓના ફિડબેક મેળવવાનું સમગ્ર કાર્યતંત્ર સુશાસનની આગવી દિશા છે.
વી.પી. જોયે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પબ્લીક ડીલીવરી સર્વિસીસ સિસ્ટમ અને જનહિત યોજનાઓના ટ્રાન્સપેરન્ટ તેમજ રિયલ ટાઇમ મોનિટરીંગ માટે ગુજરાતે અપનાવેલી આ પહેલનો અભ્યાસ કરવા આપેલા સૂઝાવને પગલે તેઓ કેરાલાના વરિષ્ઠ અધિકારીઓ સાથે સી.એમ-ડેશબોર્ડથી માહિતગાર થવા આવેલા છે.
સી.એમ-ડેશબોર્ડની આ અભિનવ પહેલની વિસ્તૃત વિગતો કેરાલા પ્રતિનિધિમંડળને આપતા જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં ર૬ સરકારી વિભાગો તથા જિલ્લા-તાલુકા કક્ષાની કચેરીઓ દ્વારા જનહિતકારી યોજનાના લાભ, એસ.ટી, લાઇટ, પાણી જેવી પાયાની સુવિધા સરળતાએ મળે છે તેની બધી જ જાણકારી ગાંધીનગરથી સી.એમ-ડેશબોર્ડના માધ્યમથી રિયલ ટાઇમ મોનિટરીંગ થઇ શકે છે.
ગુજરાતના તમામ જિલ્લા અને અલગ અલગ તમામ વહીવટી વિભાગ તથા તેની યોજનાઓને સિંગલ વિન્ડો પ્લેટફોર્મ પર ૩,૪૦૦ પૂર્વનિર્ધારિત ઇન્ડીકેટર્સ દ્વારા મોનીટર કરવામાં આવે છે. આ પ્લેટફોર્મ પરથી જ મુખ્યમંત્રી દ્વારા રાજ્યના તમામ મહત્વપૂર્ણ અધિકારીઓના વહીવટી કાર્યોનું સતત નિરીક્ષણ કરવામાં આવે છે.
એટલું જ નહિ, કોરોના મહામારી દરમ્યાન હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સપ્લાય, દવાઓની ઉપલબ્ધિ વગેરે અંગે પણ આ ડેશબોર્ડની વિડીયો વોલ દ્વારા સંપૂર્ણ વિગતો મેળવી શકાઇ હતી.
કેરાલાના મુખ્ય સચિવએ બધી જ બાબતો વિશે જાણવામાં ઊંડો રસ દાખવ્યો હતો અને લાભાર્થી ફિડબેક સિસ્ટમની જે પદ્ધતિ કાર્યરત છે તેની પણ સરાહના કરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સીધા માર્ગદર્શનમાં કાર્યરત સી.એમ-ડેશબોર્ડની કાર્યપદ્ધતિના અભ્યાસ માટે કેરાલાના ચીફ સેક્રેટરીએ લીધી સી.એમ-ડેશબોર્ડની મુલાકાત મુખ્યમંત્રી સાથે સૌજ્ન્ય બેઠક યોજી
સી.એમ-ડેશબોર્ડ એવી સુગ્રથિત અને સર્વગ્રાહી વ્યવસ્થા છે જેનાથી સામાન્ય નાગરિક-છેવાડાના માનવી સુધી પહોચતી સરકારી યોજના-લાભોનું રિયલ ટાઇમ મોનિટરીંગ થઇ શકે:- કેરાલાના મુખ્ય સચિવશ્રી