“આ પતિની વ્યથા, કહેવી છે ખૂબ અઘરી, કારણ જીવનમાં તેના છે દરેક ક્ષણ ટ્ર્જેડી
લગ્ન થતાં કેદ થઈ જાય તેની આઝાદી, તેને પણ પ્રશ્ન થાય કેવી છે આ તેની જિંદગી
પણ તોય પ્રેમ અને લાગણી સાથે તે સમજે આ મસ્તી અને કરે પરિવારમાં સૌ કોઈને સાચવણી
તેની છે પુરુષથી પતિ સુધી આ ખૂબ અદ્ભુત જિંદગી”
આજ સુધી અનેક પ્રકારની બાયોપિક આપ સૌએ જોઈ હશે. જેમાં મહાન અભિનતાઓ, નેતાઓ, ખેલાડીયો, લેખક,મહાન યોદ્ધાની આવી અનેક બાયોપિક ત્યારે હવે આ વખતે તમે નિહાળશો “પરણિત પતિની” બાયોપિક હવે તમે ગુજરાતીમાં જોશો આ વખતે.
અવારનવાર બોલોતો આ શબ્દ કેમ છો ? દરેક ગુજરાતી માટે ખૂબ પ્રિય છે. આવી રહી આ ગુજરાતી ફિલ્મ કેમ છો? ત્યારે આ ફિલ્મનું પોસ્ટર તારીખ ૧૮ ડિસેમ્બર ૨૦૧૯ થયું રીલીઝ. તેમાં એક પતિ પોતાના માથે કઈ રીતે આખું ઘર સાંભાળે છે તેની વ્યથા સાથે ઊભો હોય તેવું જોવા મળે છે. સાથે અને પરિણીત પતિની આત્મકથા તે કેમ છો? આ ગુજરાતી ફિલ્મના લેખક અને નિર્દેશક વિપુલ શર્મા છે. ગુજરાતી ફિલ્મ જગતમાં તેઓ અવનવાપ્રયોગો કરતા જોવા મળે છે. અગાવ ખૂબ પ્રખ્યાત ગુજરાતી ફિલ્મો પણ તેમના દ્વારા લખાયેલી છે સાથે એમને ૪ ફિલ્મમાં તેઓ નિર્દેશક રહી ચૂક્યા છે. તેમણે છેલ્લી ફિલ્મ તુષાર સાધુને લઈ એક એકશન તેમજ સસ્પેન્સ ફિલ્મ રતનપુર બનાવેલી હતી. હવે આગામી તેમની આગામી ફિલ્મનો નવો પ્રયોગ લોકો સમક્ષ રજૂ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે કેમ છો? આ સંપૂર્ણ પરિવારિક અને ફૂલટુ કોમેડી ફિલ્મ ફિલ્મ તે રજૂ કરવા જઈ રહિયા છે. આ ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ તે અમદાવાદમાં કરવામાં આવ્યું છે. આ ફિલ્મના મુખ્ય કલાકાર તુષાર સાધુ અને કિંજલ રાજપ્રિયા છે. ત્યારે તુષાર સાધુ આ પહેલાં પણ બે ફિલ્મ જેમ તું તો ગયો અને રતનપુર કામ કર્યું છે. આ ફિલ્મના અભિનેત્રી કિંજલ રાજપ્રિયાએ છેલ્લો દિવસ અને શું થયું? મા કામ કર્યું છે. આ ફિલ્મમાં સંગીત રાહુલ પ્રજાપતિ દ્વારા આપવામાં આવ્યું છે અને કેમ છો? ના ગીતો મિલિન્દ ગઢવી અને શૈલેષ ધમાલિયા તે આ ફિલ્મ દ્વારા ગુજરાતી ફિલ્મ જગત પોતાના પગલાં માંડી રહ્યા છે. આ ફિલ્મના પ્રસ્તુત કરતાં આર્ટમેન ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે. કેમ છો ? ફિલ્મ અવશ્ય દરેક પતિને પોતાની પરણિત જિંદગીની અનેક વાતો અને વ્યથા હસતાં-હસતાં દર્શાવશે. આ ફિલ્મ આગામી નવા વર્ષ એટલે ૧૭ જેન્યુયારીએ ૨૦૨૦ નજીકના સિનેમા ઘરોમાં જોવા મળશે.