હાલમાં થોડા સમય પહેલાં જ કેમ છો? ગુજરાતી ફિલ્મનું પોસ્ટર લોન્ચ થયું હતું. ત્યારે ૧૯ ડિસેમ્બર ૨૦૧૯ના રોજ કેમ છો? નું ટ્રેલર લોન્ચ થયું. આ ગુજરાતી ફિલ્મના લેખક અને નિર્દેશક વિપુલ શર્મા છે. આ ફિલ્મના મુખ્ય કલાકારો તુષાર સાધુ અને કિંજલ રાજપ્રિયા છે. આ ગુજરાતી ફિલ્મનું ટ્રેલર જોતજ જાણે દરેક પતિને પોતાની જિંદગી ફરી યાદ આવી જશે. તેવું ચોક્કસપણે આ ટ્રેલર જોતાજ ખબર પડી જાય છે. આ ફિલ્મ તે એકદમ કોમેડી ડ્રામા અને એક પરિવારિક ફિલ્મ છે. ત્યારે આ ફિલ્મમાં એક સામાન્ય પતિ કઈ રીતે પોતાની જિંદગી જીવતો હોય છે તે દેખાય છે. સૌ પ્રથમ ટ્રેલર જોતાની સાથે તેનો કલાકાર મયુર મહેતા એટલે કે તુષાર સાધુ આવું એક વાક્ય બોલતાં દેખાય છે કે “હું સામાન્ય અને પરણીત પુરુષ છું. મારી પાસે કોઈ અપેક્ષા ના રાખો”. દરેક પતિ કઈ રીતે તો પણ આટલાં સવાલોના જવાબ આપે છે તેવું પણ જોવા મળશે. દરેક પતિ પોતાની મમ્મી અને પત્ની વચ્ચે કઈ રીતે અનેક સંબંધો સાચવી જીવે છે તે આ ફિલ્મનું ટ્રેલર દર્શાવે છે. ત્યારે કઈ રીતે દરેક પતિ પોતાની જિંદગી કેવી રીતે જીવતો હોય તે આ ફિલ્મમાં જોવા મળશે તેવું આમાં જોવા મળે છે. તે પોતે કેટલા પ્રશ્નો સાથે પોતાનું જીવન જીવતો હોય છે. મા-બાપ પોતાની અપેક્ષા ભણ્યા મોટા થયા અને દીકરાને પરણાવ્યા બાદ પણ તેની અપેક્ષા જતી નથી. દરેક પતિ પોતાનું જીવન કઈ રીતે જીવતો હોય આટલું કર્યા છતાં પણ કઈ રીતે પોતાના સંતાનોથી લઈ મિત્રો સુધી તેને ખીજવતા કે અનેક રીતે સમજાવતા હોય છે. તે પોતે કામ સિવાય કેટલાં પ્રશ્નોમાં ઘૂચવાયેલો હોય છે. કોઈ પણ પતિને દરેક વ્યક્તિ કઈક અલગ અર્થ સાથે સમજાવતા હોય છે ત્યારે દરેક પુરુષ પોતે આ બધુ ક્યારેક સાચું સમજી સંબંધો સારા કરવા અને તેને સમજવા જતાં પોતાનું વ્યતિત્વ ભૂલી જાય છે અને તે પોતે અંતે તોય કઈ રીતે પોતાનું જીવન જીવે છે તેની આ એક આખી ફિલ્મ છે. જે અવશ્ય એક વાર દરેક પરણિત પતિએ જોવી જોઈએ કારણ તે પોતાની જિંદગીમાં પોતાની જાતને ફરી હસતાં-હસતાં અનુભવી શકે તેવી આ ફિલ્મ છે. તો અવશ્ય આપના નજીકના સિનેમાઘરોમાં ૧૭ જાન્યુઆરી જોવા જજો.
Trending
- રેલવેના મુસાફરો માટે ખાસ! ટ્રેનોમાં 1000 કોચ જોડવામાં આવશે
- ગુજરાતના ખેડૂત જોગ
- ડાંગ જિલ્લાના સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર માલેગામના વિધાર્થીઓને ટેબ્લેટ વિતરણ
- ઇન્ડોવેસ્ટર્ન લૂકમાં નાજુક નમણી લાગી કિંજલ રાજપ્રિયા
- વર્લ્ડ હેરિટેજ વીક 2024: કચ્છમાં આવેલું વિશ્વ વારસાનું સ્થળ એટલે ધોળાવીરા
- અમદાવાદમાં 7 કલાક માટે સાબરમતી રિવરફ્રન્ટ રહેશે બંધ, જાણો કેમ અને કયા સમયે!
- શું તમે પણ એક સારા મોબાઈલ ની શોધમાં છો..?
- ભરતનાટ્યમથી ભારતીય સંસ્કૃતિને આકાર આપતી એક પ્રતીભા એટલે કે હેતલ કટારમલ