અરવિદં કેજરીવાજીના મોડેલથી પ્રભાવિત થઈને કોંગ્રૈસના નેતાઓ, હોદ્દેદારો અને આગેવાનો સાથે તેમના સૈકડોં કાર્યકર્તાઓ સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા
૨૭ વર્ષ સુધી શાશનમાં રહી ગુજરાતની ભાજપ સરકાર ને અહંકાર આવી ગયો છે – કૈલાશદાન ગઢવી
અમે ગુજરાતની ભાજપ સરકાર ની અહંકારી સરકાર સામે લડત આપી છે અને આપતા રહીશું અને અમે પરિણામ માટે કામ કરીશું , પરિણામ આમ આદમી પાર્ટી માટે લાવી ને બતાવીશું – કૈલાશદાન ગઢવી
ભાજપ અને કોંગ્રેસમાં રહેલા તમામ નેતાઓ, કાર્યકર્તાઓ કે જેમની વિચારધારા આમ આદમી પાર્ટી સમાન છે તેવા તમામ મિત્રો નો આમ આદમી પાર્ટી માં સ્વાગત છે – ગુલાબસિંહ યાદવ
આજે આમ આદમી પાર્ટી ગુજરાતના ઇલેક્શન ઇનચાજઁ શ્રી ગુલાબસિહ યાદવ જી તેમજ આમ આદમી પાટીઁ ગુજરાત પ્રદેશ નેતા શ્રી ઇશુદાન ગઢવી જી દ્વારા એક પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી.
આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસના ત્રણ મુખ્ય નેતા શ્રી કૈલાશ ગઢવી, શ્રી એચ.કે. ડાભી અને શ્રી પૂજાબેન શર્મા સહિત 300 કાર્યકર્તા આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા.
આ સાથે કૈલાશ ગઢવીજી એ ભાજપા પર આકરા પ્રહારો કરતા કહ્યું કેટલા 27 વર્ષથી ભાજપની સરકારે કોઇ પ્રજાલક્ષી કામ કર્યા નથી. આજે ગુજરાતમાં શિક્ષણ હોય કે આરોગ્ય હોય કે મહિલા સુરક્ષાની બાબત હોય કે ખેડૂતોના મુદ્દા હોય દરેક બાબતે ભાજપા સરકાર નિષ્ફળ રહી છે. જ્યારે દિલ્હીમાં ફક્ત સાત વર્ષમાં શ્રી અરવિંદ કેજરીવાલની સરકાર માં શિક્ષણ-આરોગ્યથી લઈને દરેક ક્ષેત્રમાં ઐતિહાસિક કાર્ય કરવામાં આવ્યા છે. આ કાર્યોથી પ્રભાવિત થઈને હું આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યો છું.
આ સાથે ગુજરાત ના પ્રભારી ગુલાબસિંહ યાદવે જણાવ્યું કે જે લોકો કોંગ્રેસ ભાજપમાં રહીને પણ હંમેશા પ્રજાલક્ષી કામ કરવા માગતા હતા પરંતુ ત્યાં રહીને કરી શકતા ન હતા અને એ પાર્ટીમાં જેમના રૂંધાઇ રહ્યો હતો તેવા ઈમાનદાર લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહ્યા છે.
વધુમાં ગુલાબ સિંહ યાદવે ગુજરાત સરકારને આડે હાથે લેતાં કહ્યું કે 27 વર્ષથી ભાજપા સત્તામાં છે પરંતુ આજે આ સરકાર સાતમા ધોરણના પેપર પણ સુરક્ષિત રાખી શકતી નથી અને પેપર લીક થવું આજે ગુજરાતમાં એક સામાન્ય બાબત થઈ ગઈ છે કારણ કે સરકાર જ લીકેજ વાળી છે અને આમ આદમી પાર્ટી જ આ લીકેજ ને બંધ કરવા માટે સક્ષમ છે.
આવનારા ઇલેક્શન ને લઈને ગુલાબ સિંહ યાદવે જણાવ્યું કે 15 દિવસ પહેલાં આ સર્વેમાં આમ આદમી પાર્ટી 55 થી 58 સીટો જીતી રહી હતી અને હવે વધુ મજબૂતાઈથી આગળ વધીને આ આંકડાને 100 સીટો સુધી લઈ જવા માગીએ છીએ.
વધુ માં ગુલાબસિંહ જણાવ્યું કે ભાજપ અને કોંગ્રેસ કે અન્ય પાર્ટી માં કામ કરતા દરેક નેતા , કાર્યકર્તા જેની વિચારધારા આમ આદમી પાર્ટી જેવી કે દેશ પ્રેમ , ઈમાનદાર , માનવતાવાદી વિચાર ધરાવતા હોય તે બધા ભાઈઓ , મિત્રો , સહયોગીઓ ને આમ આદમી પાર્ટી માં જોડાવવાનુ આમંત્રણ આપે છે .