આરોગ્ય, શિક્ષણ, વિજળી, રોજગારી અને સોશિયલ સિકયોરીટી આધારીત ડેટા ચૂંટણીને ધ્યાને રાખી તૈયાર કરાવાશે
દેશમાં હાલ રાજકારણનું રંગરૂપ સોશીયો-ઈકો ઉપર આધારીત છે. આ બંને પાસાઓને ધ્યાને રાખી સતા ટકાવવા અને ઉથલાવવાના કાવા દાવા થાય છે. રાજકારણમાં એક રીતે નવા પ્રવેશેલા કેજરીવાલ હવે સોશીયો-ઈકો રાજકારણ ઉ૫ર ફોકસ કરી સતા ટકાવવા મથામણ કરી રહ્યા છે. આગામી સમયમાં દિલ્હીની રાજય સરકારની પોલીસી ઘડવા અને પ્લાનીંગ કરવા માટે શહેરમાં સોશીયો-ઈકોનોમીક સર્વે કરવાનો નિર્ણય કેજરીવાલ સરકારે લીધો છે જે એકંદરે આગામી ચુંટણીને ધ્યાને રાખી લેવાયો હોવાનું માનવામાં આવે છે.
આગામી ચુંટણીઓમાં મુખ્ય મુદા સામાજીક અને આર્થિક એટલે કે સોશીયો અને ઈકોનોમીક આધારીત રહેશે. જે નેતા કે પક્ષ આ મુદાને ધ્યાને લેશે તે જીતશે. શિક્ષણ, આરોગ્ય, રોજગારી, રહેઠાણ અને સોશીયલ સિકયોરીટી જેવા મુદા પણ કેજરીવાલ ધ્યાને લઈ રહ્યા છે. દિલ્હીમાં લોકચાહના ટકાવી રાખવા માટે ખંધા રાજકારણીઓના જુના હથિયારનો ઉપયોગ કેજરીવાલ કરવા જઈ રહ્યા છે. આગામી સમયમાં દિલ્હીના નાગરીકોની સોશિયલ અને ઈકોનોમીકલ સમસ્યાઓને ધ્યાને રાખી પોલીસી ઘડવી જોઈએ તેવો મત કેજરીવાલ અગાઉ પણ વ્યકત કરી ચુકયા હતા. હવે આ મુદ્દે તેઓ તબકકાવાર આગળ વધી રહ્યા છે.
જોકે આગામી ચુંટણીમાં આ મુદ્દાનો યોગ્ય સમયે ઉપયોગ કરવાનું કેજરીવાલ ઈચ્છી રહ્યા હોવાનું માનવામાં આવે છે. દિલ્હીનું રાજકારણ સમગ્ર દેશને કયાંક ને કયાંક અસર કરતું હોય છે. જે રીતે કેજરીવાલ સોશીયો અને ઈકોના પ્રશ્ર્નોને ધ્યાને લઈ રહ્યા છે તે રીતે દેશભરમાં અન્ય પક્ષો પણ આગળ વધશે તેવું ફલિત થાય છે. હાલ તો દિલ્હીની સરકારે ૩૦.૮ લાખ પરીવારોના ડેટા એકત્ર કરવાનું શરૂ કરી દીધું છે.