એક સપ્તાહમાં ‘આપ’ના ક્ધવીનર બે વખત સોમનાથ આવશે: 26મીએ ધ્વજા રોહણ, 1 ઓગષ્ટે મહાસભા ગજવશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના આડે હવે ચાર માસનો સમય ગાળો બાકીરહ્યો છે. ત્યારે આમઆદમી પાર્ટી દ્વારા રાજયમાં જોર શોરથી ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.દરમિયાન આગામી 26મી જૂલાઈએ આપના ક્ધવીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સોમનાથ મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી ગુજરાત ચૂંટણીનું રણશીંગુ ફૂંકશે
ગીર સોમનાથ જિલ્લા કાર્યાલય ખાતે પ્રદેશ આપના ઉપાધ્યક્ષ જગમાલ ભાઈ વાળા એ જાહેરાત કરી દિલ્હી ના મુખ્યમંત્રી કેજરીવાલ સોમનાથ દાદા ના દર્શન કરી ને ત્યાર બાદ વેરાવળ માં મહાસભા કરશે..
ગીર સોમનાથ જિલ્લા આમ આદમી પાર્ટી ના કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટી ના પ્રદેશ ઉપપ્રમુખ જગમાલ ભાઈ વાળા એ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જાહેરાત કરી કે તા. 26 મંગળવાર ના રોજ દિલ્હી ના મુખ્યમંત્રી તેમજ આમ આદમી પાર્ટી ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલજી સોમનાથ મંદિર ખાતે દર્શન પૂજા કર્યા બાદ સોમનાથ મંદિરે ધ્વજારોહણ કરશે, અને ત્યાર બાદ સોમનાથ બાઈપાસ પાસે આવેલ સરોવર પોર્ટિકો હોટેલ ખાતે વિવિધ સમાજ ના આગેવાનો ની સાથે મુલાકાત કરશે.
થોડા દિવસો બાદ તારીખ 1-8-2022 સોમવાર ના રોજ સમય 2-00 વાગે કે.સી.સી ગ્રાઉન્ડ રાજેન્દ્ર ભુવન રોડ ખાતે ભવ્ય સભા નું આયોજન કરેલ છે, જેનું પ્રેસ દરમિયાન જગમાલ ભાઈ વાળા એ તમામ વિસ્તાર ના લોકો ને નિમંત્રણ આપ્યું હતું અને આ મહાસભા મા હજારો ની સંખ્યા મા કાર્યકર્તા સાથે જિલ્લા ના દિગ્ગજ આગેવાનો આમ આદમી પાર્ટી મા જોડાશે.
દિલ્હી ના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજી એ સુરત ખાતે જેમ ગુજરાત ના લોકો માટે 300 યુનિટ ફ્રી વીજળી ની જે પહેલી ગેરેન્ટી આપી ,એવી જ રીતે બીજી ગેરન્ટી સોમનાથ દાદા ના સાનિધ્ય માંથી કરવા મા આવશે, એવી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પ્રદેશ આમ આદમી પાર્ટી ના ઉપાધ્યક્ષ શ્રી જગમાલ ભાઈ વાળા એ કરી હતી.