લાઇસન્સ રીન્યુ સહિતની કામગીરી ઘર બેઠા પૂર્ણ કરાશે, રીક્ષાચાલકોને મળશે મફત શિક્ષણ અને સ્વાસ્થ્યની સુવિધા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની આડે હવે ગણતરીના જ મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે અને છેલ્લા એક મહિનામાં ત્રણથી ચાર વખત અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને લોકોને આમ આદમી પાર્ટી તેમની વારે છે તે અંગેનો વિશ્વાસ પણ આપી રહ્યા છે. અરે ફરી તેઓ ત્રણ દિવસના ગુજરાત પ્રવાસ પર આવ્યા છે. મા તેઓએ પરીક્ષા ચાલકો ને જે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે અને જે પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે તે અંગે વાયદો પણ કર્યો કે જો ગુજરાતમાં આમ આદમીની સરકાર આવશે તો આરટીઓની લગતી તમામ કામગીરી ઘર બેઠા જ પૂર્ણ થશે.

આ સાથે તેઓએ વિવિધ સમાજના લોકો સાથે સંવાદ યોજ્યો હતો. જેમાં તેઓએ લોકોની સમસ્યા જાણવાનો પ્રયત્ન કર્યો હતો. તેઓએ વધુમાં ઉમેરતા કહ્યું હતુંકે, સરકાર જે માંગો સ્વીકારતા નથી, તે માંગ આમ આદમી પાર્ટીની સ્વીકારશે જો તેમની સરકાર બનશે તો. દિલ્હીમાં જે રીતે રીક્ષા ચાલકોનો સાથ સહકાર આપને મળ્યો તે રીતે ગુજરાતમાં પણ રીક્ષા ચાલકો સાથ મળે તે વાતને ધ્યાને લઇ તેઓ આગળ વધી રહ્યા છે. ત્યારે આપે ગુજરાત રીક્ષા ચાલકો લઈને મહત્વની જાહેરાત કરી હતી. ગુજરાત રીક્ષા ચાલકને લઈ જે પોલીસ દ્વારા આઇપીસી 188 કલમ લગાવીને હેરાન કરવામાં આવે છે જે નાબૂદ કરવામાં આવશે.

આ સાથે રીક્ષા ચાલકો લાઇન્સ કામકાજ માટે આરટીઓ જવું પડે છે. તે જવું નહીં પડે આરટીઓ કર્મચારીઓ ઘરે આવીને લાઇન્સ લગતી કામગીરી કરી શકશે. વધુમાં ઉમેર્યું હતું કે, દિલ્હીમાં પ્રથમ વખત સરકાર બનાવવામાં રીક્ષા ચાલકો સૌથી મોટો ફાળો હતો. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર બનાવવા પણ રીક્ષા ચાલકો સૌથી મહત્વનો ફાળો હશે. તે મને વિશ્વાસ છે. વધુમાં રીક્ષા ચાલકોને સંબોધતા તેઓએ કહ્યું હતું કે, દિલ્હી સરકારે 1.5 લાખ રીક્ષા ચાલકોને લોકડાઉનના સમયમાં વ્યક્તિ દીઠ 5 હજાર રૂપિયા આપ્યા હતા. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે, દિલ્હીમાં ફૂડ ડિલિવરીની જેમ આરટીઓના કામ કરવામાં આવી રહ્યા છે. જે મોડલ ગુજરાતમાં પણ અપનાવવામાં આવશે.

ઓટો રીક્ષા ચાલકોને વધુમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓને મફત શિક્ષણની સાથે સ્વાસ્થ્યની સુવિધા પણ યોગ્ય રીતે મળતી રહેશે પરંતુ જ્યાં સુધી ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે નહીં ત્યાં સુધી તે સહેજ પણ શક્ય નથી.

વિધાનસભા ચૂંટણી નજીક આવતાની સાથે જ તમામ રાજકીય પક્ષો પોતાનું એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી પણ લોકોને અનેકવિધ વાયદાઓ પણ કરી રહ્યું છે.

અરવિંદ કેજરીવાલે અમદાવાદમાં રિક્ષા ચાલકના ઘેર લીધુ ભોજન

IMG 20220912 WA0508

આમ આદમી પાર્ટીના  સંયોજક અને દિલ્હીના  મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ  હાલ ત્રણ દિવસ માટે  ગુજરાતનાં પ્રવાસ પર છે. ગઈકાલે  તેઓએ અમદાવાદમાં રિક્ષા ચાલકો સાથે સંવાદ કર્યો હતો. દરમિયાન  એક રિક્ષા ચાલકે પોતાના ઘેર રાત્રી ભોજન  લેવામાટે  તેઓને  સ્નેહભર્યું નિમંત્રણ પાઠવ્યું હતુ જેનોસ્વિકાર કરી અરવિંદ કેજરીવાલ તમામ પ્રોટોકોલને  બાજૂમાં છોડી હોટલથી રીક્ષામાં અમદાવાદના  ઘાટલોડીયાના દેવીપૂજકવાસમાં  વસવાટ કરતા રિક્ષા ડ્રાયવર વિક્રમભાઈ દંતાણીના ઘરે રાત્રી ભોજન કરવા પહોચી ગયા હતા તેઓએ એક સામાન્ય નાગરિકની   માફક  જમીન પર બેસી  ભોજન ગ્રહણ કર્યું હતુ. અને રિક્ષા ચાલકના પરિવારજનો સાથે વાર્તાલાપ પણ કર્યો છે. તેઓની સાથે આપના  નેતાઓ ઈશુદાન ગઢવી, ગોપાલ ઈટાલીયા અને ઈન્દ્રનીલ રાજયગુરૂ પણ જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.