લોકોની પ્રાથમિક જરૂરિયાતની સાથે શિક્ષણ સહિતના મુદ્દે સમાજનો ઉત્થાન કરવું એ રાજકીય પક્ષોનો ‘રાજધર્મ’

સમાજ દ્વારા જ્યારે કોઈ એક પક્ષને ચૂંટવામાં આવતો હોય ત્યારે તેની પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય એ હોય છે કે સમાજનો યોગ્ય રીતે ઉત્થાન થાય રાજ સત્તા ભોગવતા રાજકીય લોકો રાજધર્મને યોગ્ય રીતે અનુસારે. રાજ સત્તા ભોગવતા લોકોએ સમાજ વ્યવસ્થા અને યોગ્ય રીતે અનુસરી અને સમાજ વ્યવસ્થામાં કોઈ પણ પ્રકારની ખલેલ ન પહોંચે એનું ધ્યાન રાખવું એ એટલું જ જરૂરી છે. અપેક્ષા એ વાતની જ હોય છે કે ચૂંટાયેલો રાજકીય પક્ષ તેમની તમામ પ્રાથમિક જરૂરિયાતોને સુચારુ રૂપથી પુરી પાડશે. રીતે ભાજપ સરકારે ગુજરાત મોડેલ બનાવ્યું તેને ધ્યાને લઇ હવે કેજરીવાલ સરકાર ગુજરાતને પાયલોટ મોડેલ બનાવવા માટેના વચનો લોકોને આપી રહ્યા છે. જે બાદ સમગ્ર ભારતભરમાં તેની અમલવારી શરૂ થશે. કલ્યાણકારી યોજનાઓ લોકો માટે હોવી જોઈએ સાથો સાથ તેનો યોગ્ય વ્યાપ અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચે તો જ તે યોજનાની અમલવારી સાર્થક ગણાય અત્યાર સુધી ઘણી ખરી સરકારી યોજનાઓ નિયમલવારી થઈ ચૂકી છે પરંતુ જેનો લાભ લોકોને મળવો જોઈએ તે હજુ સુધી પૂરતા પ્રમાણમાં.મળ્યો નથી.

લોકોને જીવન જરૂરિયાત ચીજ વસ્તુની સાથે યોગ્ય કાયદાઓ ની અમલવારી થાય તે માટે પણ અનેક રાજકીય નેતાઓ સક્રિય થયા છે.  શંકરસિંહ વાઘેલા મારા પણ એ વાતની સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ગુજરાતમાં દારૂબંધીનો કાયદો જે અમલી છે તેનાથી નાના વર્ગના લોકોને ઘણી માંથી અસરનો સામનો કરવો પડ્યો છે અને લઠ્ઠા કાંડ જેવા પ્રશ્નો પણ ગુજરાતમાં ઊભા થયા છે. જરૂરી એ છે કે યોગ્ય ન્યાયની અમલવારી થાય અને નાના લોકોને કેન્દ્રસ્થાને રાખી તેમની જરૂરિયાતોને પૂરી કરવામાં આવે એ જ રાજકીય પાર્ટીઓનો રાજધર્મ હોઈ શકે.

રાજ સત્તા ભોગવતા નેતાઓ માટે એ વાત પણ ધ્યાને લેવી અત્યંત જરૂરી છે કે સામાજિક વ્યવસ્થા ની સાથો સાથ આર્થિક ખેંચ પણ પાર્ટીએ અથવા તો સરકારે ન વેચવી પડે તેના માટે યોગ્ય આયોજન કરવું પણ એટલું જ જરૂરી છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોકોને રોજગારી, ઉર્જા અને શિક્ષણ નિ:શુલ્ક આપવામાં માટેના વચનો આપ્યા છે. સત્તા આવ્યા બાદ તેને અનુસરવા એટલા જ જરૂરી છે. અત્યાર સુધી અનેક રાજકીય પક્ષો કે જેઓએ રાજ્ય સત્તા ભોગવી છે તેઓ કલ્યાણકારી યોજનાઓ તો પરંતુ તેનું જે મહત્તમ લાભ લોકો સુધી પહોંચવું જોઈએ તે પહોંચ્યો નથી અને સતત લોકોમાં અસંતોષની લાગણી પણ જોવા મળે છે.

ભાજપ સરકાર અને વડાપ્રધાન મોદી પણ આગામી 2024 ની ચૂંટણી લડવા માટેના પ્રમુખ 2 મુદ્દાઓને ધ્યાને લઈ આગળ વધી રહ્યું છે, જેમાં પ્રથમ મુદ્દો આર્થિક ઉન્નતિ અને બીજો મુદ્દો આંતકવાદ મુક્ત ભારતની રચના કરવી. ઘણી ખરી વખત રાજકીય પાર્ટીઓ ચૂંટણી પૂર્વે મસમોટા વચનો આપતું હોય છે અને લોકોને ભ્રામક વાયદાઓ કરતા હોય છે. તો તેની યોગ્ય અમલવારી ન થાય તો તે પાર્ટી રાજધર્મ ચૂકી કહેવાય છે. આમ આદમી પાર્ટી હાલ ગુજરાતમાં મફત વીજળી મફત શિક્ષણ સહિતના વચનો પ્રજાને આપી રહી છે પરંતુ પ્રશ્ન એ જ છે કે વિધાનસભા ચૂંટણીમાં જો આમ આદમી પાર્ટીની સરકાર બને તો શું આપ આ તમામ વચનોને તથા યોગ્ય રીતે પૂરા કરી શકશે ? નીતીશકુમાર ને લઇ ઘણી ચર્ચાઓ ચાલી રહી છે કારણ કે તે ભ્રષ્ટાચારી ન હોવાની સાથે નાક્ષીક હોવાના કારણે તેની છબી લોકોમાં ખૂબ જ સારી છે.

  • કલ્યાણકારી યોજનાઓ જરૂરીયાતમંદ લોકો માટે જ હોવી જોઈએ

કોઈપણ દેશ અને રાજ્યનો વિકાસ ત્યારે જ શક્ય બને જ્યારે જરૂરિયાતમંદ લોકોને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ મળે જેમાં મુખ્યત્વે તેઓને તેમની પ્રાથમિક જરૂરિયાત ત્યારબાદ યોગ્ય શિક્ષણ અને રોજગારી. આ કરવામાં રાજકીય પક્ષ સફળ નિવડે તો તેઓએ ખરા અર્થમાં રાજધર્મ નિભાવ્યો કહેવાય અને જે તે દેશ અને રાજ્ય એક વિકસિત મોડલ તરીકે પણ ઉભરી આવે

  • આપે ગુજરાતમાં 8 ટકા યુવાનોને ખાનગી ક્ષેત્રે રોજગારી આપવાનું વચન આપ્યું

આગામી વિધાનસભા અને લોકસભા ચૂંટણીને ધ્યાને લઈ આમ આદમી પાર્ટી ના અરવિંદ કેજરીવાલ ઉતરોતર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને ગુજરાતને પાયલોટ મોડલ તરીકે પ્રસ્થાપિત કરવા માટે લોકો સાથે ચર્ચા વિચારણા કરી વિવિધ મુદ્દાઓને અમલી બનાવવા માટેના વચનો પણ આપી રહ્યા છે ત્યારે તેઓએ એ વાત ઉપર ભાર મુકતા જણાવ્યું હતું કે તેમની સરકાર જો ગુજરાતમાં આવે તો તે 8% યુવાનોને ખાનગી ક્ષેત્રે રોજગારી પૂરી પાડશે અને જે પણ ભ્રષ્ટાચારો થયેલા છે તેને ઉજાગર પણ કરશે.

  • સુરજ ઉગે કે ના ઉગે…..જોડે રહેજો રાજ
  • કોંગ્રેસ પક્ષનું સુકાન સંભાળવાના વિવાદ વચ્ચારે રાહુલ ભારત જોડો યાત્રાની સાથે મેગા રેલીમાં પણ જોડાશે

કોંગ્રેસમાં પક્ષનું સુકાન કોણ સંભાળશે તે મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે અનેક રાજકીય નેતા કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ તરીકે ગાંધી પરિવારને નહીં પરંતુ અન્ય કોઈ વરિષ્ઠ નેતાને સુકાન સોપવા માટે મહેનત કરી રહ્યા છે, ટીના ઘણા ખરા અન્ય નેતાઓ રાહુલ ગાંધીને જ ફરી કોંગ્રેસ પક્ષનું સુકાન સોપવા માટેની મહેનત અને તેઓને મનાવવાના પ્રયત્નો હાથ ધરી રહ્યા છે. વાદવિવાદ વચારે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં જોડાશે એટલું જ નહીં દિલ્હી ખાતે આયોજિત કોંગ્રેસ રેલીમાં પણ તેઓ પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે ભાગ લેશે. કોંગ્રેસમાં હાલ એવી સ્થિતિ જોવા મળે છે કે, સૂરજ ઉગે કે ના ઉગે પણ જોડે રેજો રાજ. ત્યારે અશોક ગેહલોત નું નામ પણ ચર્ચામાં આવી રહ્યું છે કે તેઓને કોંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવે પરંતુ ઘણા રાજકીય નેતાઓ કે જે કોંગ્રેસ પક્ષ સાથે ઘણા સમયથી જોડાયેલા છે તેઓને એ વાતનો ભય છે કે ગાંધી પરિવાર સિવાયના કોઈ વ્યક્તિને કોંગ્રેસનું સુકાની પદ સોંપવામાં આવશે તો કોંગ્રેસ પક્ષ ઉપર ખૂબ મોટું જોખમ ઊભું થશે કારણ કે લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના બે વર્ષ જ બાકી રહ્યા છે. તેમના માટે હાલ રાહુલ ગાંધી જ ફરી કોંગ્રેસ પક્ષનું સુકાન સંભાળે એ જ જરૂરી છે.

  • વિકાસ માટે નાણાકીય ખેંચ ન અનુભવાઈ તે રાજસત્તાનો રાજધર્મ

એ વાત સ્પષ્ટ છે કે દેશ અને રાજ્યના વિકાસ માટે નાણા હોવા રાજ સત્તા પાસે ખૂબ જ જરૂરી છે પરંતુ તેની યોગ્ય વ્યવસ્થા જો ગોઠવવામાં ન આવે તો ઘણા ખરા આર્થિક પ્રશ્નો પણ ઊભા થઈ શકે છે ત્યારે રાજ સત્તા માટે સૌથી મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે વિકાસલક્ષી યોજનાઓની સાથે કલ્યાણકારી યોજનાઓની અમલવારી થાય તે પૂર્વે નાણાની ખેંચ ન અનુભવાય અને નાણાંનું આયોજન યોગ્ય રીતે તેટલું જ જરૂરી છે.

  • સમાજ ઉત્થાન ત્યારે જ શક્ય બને જ્યારે નાના લોકો ન પીસાઈ

સમાજમાં મધ્યમ વર્ગની સાથોસાથ નાના વર્ગના લોકો ને સરકારી યોજનાઓની તાતી જરૂરિયાત રહેતી હોય છે પરંતુ વ્યવસ્થાના અભાવે સરકારી યોજનાનો લાભ નાના લોકો સુધી યોગ્ય રીતે મળતા ન હોવાના કારણે આ વર્ગના લોકો ખૂબ મોટા પ્રમાણમાં પીસાઈ રહ્યા છે જેનું રાજ સત્તા ભોગવતા લોકોએ ગંભીરતાપૂર્વક ધ્યાન કેન્દ્રિત કરવું એટલું જ જરૂરી છે. અરે નાના લોકો યોગ્ય રીતે આગળ આવશે અને તેઓ સમૃદ્ધ બનશે ત્યારે દેશ અને રાજ્યની વિકાસ યાત્રા ઝડપભેર આગળ વધતી જોવા મળશે.

  • વિકાસ માટે ભ્રષ્ટાચાર દૂર કરવો અનિવાર્ય

સરકાર વિકાસવાદના મોડલને અપનાવી રહ્યું છે પરંતુ સામે જરૂરી એ છે કે ભ્રષ્ટાચારનો ભોરિંગ જે રીતે રાજસત્તાને રાજધર્મ આવવા માટે અડચણરૂપ સાબિત થઈ રહ્યો છે ત્યારે સરકાર અને રાજકીય પક્ષોએ ભ્રષ્ટાચારને કેવી રીતે નાબૂદ કરી શકાય એ ખૂબ જ જરૂરી છે ત્યારે આમ આદમી પાર્ટી પણ ભ્રષ્ટાચાર વિરોધી મુદ્દાને લોકો વચ્ચે લાવી રહ્યું છે અને એ વાતનો ભરોસો પણ આપી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.