સોમનાથ મહાદેવના દર્શન કરી જાહેરસભા સંબોધી ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રચારનું બ્યુગલ ફુંકશે: સાંજે રાજકોટમાં કરશે શિવની આરાધના

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમજેમ નજીક આવી રહી છે. તેમ તેમ આમ આદમી પાર્ટીના ક્ધવીનર અને દિલ્હીના  મુખ્યમંત્રી  અરવિંદ કેજરીવાલના રાજયમાં આંટાફેરા સતત વધી રહ્યા છે.  આજથી દશ દિવસમાા કેજરીવાલ સતત ચાર વખત ગુજરાતની મુલાકાતે આવશે આજે  તેઓ સોમનાથ મહાદેવને માથુ ઝુકાવી  એક જાહેરસભા  સંબોધીને ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે તેઓ સાંજે રાજકોટમાં ઈન્દ્રના દરબારમાં પણ હાજર થશે.

સ્થાનીક સ્વરાજયની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ધાર્યા કરતા વધુ સફળતા મળતા હવે અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી  પર ફોકસ વધારી દીધું છે. સતત તેઓ  ગુજરાતમાં  સંગઠન  માળખું  મજબુક રી રહ્યા છે. અને ગુજરાતમાં   પ્રવાસ પણ વધારી દીધો છે. ઈશુદાન ગઢવી ઈન્દ્રનીલ રાજયગુરૂ અને  વશરામ સાગઠીયાના આગમનથી ‘આપ’ ગુજરાતમાં મજબુત બની રહ્યું છે.

આજે બપોરે  કેજરીવાલ  સોમનાથ  મહાદેવના ચરણાોમાં શીશુ ઝુકાવી  એક સભા ગજવી ગુજરાતમાં વિધિવત  રીતે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ  કરશે તેઓ સાાંજે રાજકોટની ટુંકી મુલાકાતે  આવી રહ્યા છે. બેડી પાસે પૂર્વ ધારાસભ્ય  ઈન્દ્રનીલ રાજયગુરૂ દ્વારા શિવધામનું  નિર્માણ કરવામાં આવ્યું છે. આજે મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપી મહાઆરતીમાં સામેલ થશે.

સોમનાથમાં ચૂંટણી સભા  દરમિયાન  અરવિંદ કેજરીવાલ દ્વારા કોઈ મોટી જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના પણ નકારી શકાતી નથી. સૌરાષ્ટ્રમાં  પક્ષનું સંગઠન વધુ  મજબુત અને લડાયક બનાવવા માટે ‘આપ’ પાસે ઈન્દ્રના  શરણે  જવા  સિવાય છુટકો  રહ્યો નથી.   કેજરીવાલ જન્મજાત રાજકારણી નથી તેઓ સેવાના  માધ્યમથી  નેતા બની મુખ્યમંત્રીની ખુરશી સુધી પહોચ્યા છે.  આવામાં તેઓએ કેટલાક નેતાઓને પણ સારી રીતે  ઓળખવાની જરૂરીયાત છે.

સૌરાષ્ટ્રના રાજકારણ પણ પકકડ મેળવવા  માટે કેજરીવાલ દ્વારા હાલ જે   કદમ ઉઠાવવામાં આવી રહ્યા છે. તે ખરેખર  સફળતા  સુધી લઈ જાય તેવા છે.પરંતુ ઈન્દ્રના દરબારમાં સતત આંટાફેરામાં   બીજા નેતાઓની તાકાત ઓછી આંકવાની ભૂલ કેજરીવાલ નકારી બેસે તે પણ  ચોકકસ જોવુ જોઈએ.

ઈન્દ્રનીલભાઈ રાજયગુરૂએ જયારથી કોંગ્રેસનો સાથ છોડી આમ આદમી પાર્ટીનો સારવરણો પકડી લીધો છે. ત્યારથી  એકવાત સતત ચર્ચાય રહી છે કે  તેઓ વિધાનસભાની આગામી ચૂંટણીમાં  રાજકોટ પૂર્વ અથવા રાજકોટ પશ્ર્ચિમ  વિધાનસભાની બેઠક પરથી   ચૂંટણી લડશે બીજી તરફ હવે એવી વાતો   પણ સંભળાય રહી છે કે, ઈન્દ્રનીલભાઈ ચૂંટણી નહી લડે પરંતુ સૌરાષ્ટ્રનાં બે ડઝન જેટલી  બેઠકો પર ‘આપ’ના  ઉમેદવારો નકકી કરવામાં ચાવીરૂપ  ભૂમીકા  નિભાવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.