કોરાનાએ ખરેખર કહેર મચાવ્યો છે. કોરોના વાયરસ વિષે લોકોમાં અનેક ગેરસમજણો જોવા મળે છે, આ ગેરસમજણો દુર કરીને લોકોને જાગૃત કરવા તેમજ આ વાયરસનો સામનો કરવા માટે નાગરિકોને સજ્જ બનાવવા ગાયક કિર્તિદાન ગઢવી અને હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ એક ગુજરાતી ગીત રજૂ કર્યું છે. કિર્તિદાન ગઢવીએ ‘કોરોનાની હુંડી’ ગીત ગાયુ છે. ગીતમાં કહ્યું છે, જનતા જાગશે અને કાળજી રાખશે તો કોરોના ઝટ ભાગી જશે.
કિર્તિદાન ગઢવીએ પોતાની ઑફિશ્યલ યુ-ટયુબ ચેનલ પર આ ગીત આજે સવારે 10 વાગ્યે મુક્યું છે. જેના બોલ હાસ્ય કલાકાર સાંઈરામ દવે એ લખ્યા છે. સનેડાની ધુનમાં ગવાયેલી આ ગીતમાં શહકારી બનવાનું પણ કહેવામાં આવ્યું છે. ગાયક કિર્તિદાન ગઢવીએ ‘કોરોનાની હુંડી’ ગીત પોતાના ઇન્સ્ટગ્રામ પર પણ મૂક્યું છે, પોસ્ટ મુક્તા કિર્તિદાન ગઢવીએ લખ્યું છે કે, કેર મચાવે છે કોરોના… ત્યારે જરૂરી છે સાવચેતી…અને અફવાઓથી દૂર રહેવાની…આ ગંભીર વાત મે લોકો સમક્ષ મારા અંદાજમાં …કોરોનની હૂંડી..સ્વરૂપે રજૂ કર્યું છે, જનજાગૃતિ અને છેવાડાનો માણસ સમજી શકે..એવી શૈલીમાં સંદેશ આપતું એક ગીત… દેશ પ્રત્યેની અમારી ફરજ નિભાવી છે.
‘કોરોનાની હુંડી’ ગીતમાં સંગીત પરિમલ ભટ્ટે આપ્યું છે. આજે સવારે 10 વાગ્યે રજૂ થયે ળ આ ગીતે ગણતરી ની કલાકોમાં જ 7 હજારથી વધારે વ્યુઅર મેળવ્યા છે, કોરોના અત્યારે જે રીતે દેશમાં કહેર વર્તાવી રહ્યું છે એ જોઈને ખરેખર લાગે છે કે હવે જલ્દી આ રોગચાળામાંથી મુક્તિ મળવી જોઈએ.