તપાસમા વિલંબ થાય કે સુનાવણી લંબાઇ તેવા કેસમાં આરોપીને સ્વતંત્રતાથી વંચિત રાખી ન શકયા
પોલીસે કાયદો અને વ્યવસ્થાનું કામ સંભાળવાનું છે, વ્યક્તિની સ્વતંત્રતાનું અપમાન કરવાનું નહી: સુપ્રીમ કોર્ટ
કોગ્નિઝેબલ ગુનાની તપાસ ગોદળગતીથી ધીમે ચાલે અથવા કોર્ટમાં સુનાવણી વિલંબ થાય તેવા કેસમાં આરોપીને બીન જરૂરી જ્યુડીશ્યલ કસ્ટડીમાં રાખવો અયોગ્ય ઠરાવી સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચે બીન જરૂરી ધરપકડ સામે રોક લગાવતો મહત્વની માર્ગ દર્શિકા સાથે ચુકાદો આપ્યો છે.
સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચના ન્યાયમૂર્તિ સંજયકિશન કૌલ એ એમએમ સુદરેશ દ્વારા જાહેર કરાયેલા ચુકાદામાં આરોપીને 60 કે 90 દિવસથી વધુ સમય જ્યુડીશ્યલ કસ્ટડીમાં રાખવા અધિકૃત કરી શકશે નહી અને આરોપીને આ સમય ગાળામાં જામીન મુક્ત કરવો જરૂરી ગણાવ્યું છે. આ સમયગાળાથી વધુ સમય આરોપીને કસ્ટડીમાં રાખવો ગેર કાયદે ગણાવ્યું છે. આરોપીનું સ્વતંત્રતાનું અપમાન છે. આરોપીની સ્વતંત્રતા અંગે માત્ર પોલીસે જ નહી કોર્ટે પણ જોવું જરૂરી છે. આરોપીને કલમ 167નો લાભ મળવો જરૂરી છે.
જેલમાં રહેલા દોષિત સામે ઝડપી સુનાવણી થાય તે પણ આરોપીનો મુળભૂત અધિકારનો એક ભાગ છે. ગુનાની સજાની જોગવાયનો અડધો સમય આરોપી જેલમાં વિતાવ્યો હોય ત્યારે તે જામીન મેળવવા હક્કદાર બને છે. આવા આરોપીને વ્યક્તિગત બોન્ડ પર મુક્ત કરી શકાય છે.
સુનાવણીના કારણે 2-3 જેટલા કેદીઓ જેલમાં સબડી રહ્યા છે. ત્યારે આ અંગે અલગ કાયદો બનાવી જામીન અરજીનો ત્વરીત નિકાલ થાય અને ગુનાના ગુણદોષને ધ્યાને લઇ ઝડપથી જામીન અરજીનું હીયરીંગ થાય તો બીન જરૂરી ધરપકડો થતી અટકી શકે તેમ હોવાનું સુપ્રીમ કોર્ટ દ્વારા કરાયેલા અવલોકનમાં કેન્દા સરકારને નિર્દેશ સાથે સુચન કર્યુ છે. જેના કારણે બીન જરૂરી ધરપકડો થતી અટકે અને પોલીસરાજની છાપ પણ અટકી શકે તેમ હોવાનું સુચન કર્યુ છે.
દેશભરની જેલોમાં અન્ટર ટ્રાયલ કેદીઓથી ઉભરી રહી છે ત્યારે ગુજરાત હાઇકોર્ટ દ્વારા તાજેતરમાં જ આગોતરા જામીન અરજીની સુનાવણી ત્રણ દિવસમાં અને રેગ્યુલર જામીન અરજીની સુનાવણી બે દિવસમાં પુરી કરવાના આદેશ જારી કર્યા હતા. દરમિયાન સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ અંગે વધુ ગંભીર બની પોલીસ દ્વારા કરવામાં આવતી બીન જરૂરી ધરપકડ સામે રોક લગાવતો નિર્દેશ આપ્યો છે. સીઆરપીસી કલમ 41 અને 41(એ)નું કડક પાલન કરી ધરપકડ કરવા આદેશ કર્યો છે.
સાત વર્ષથી ઓછી સજાના કેસના આરોપીની ધરપકડની જરૂર ન હોવા છતાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે છે. જેના કારણએ કોર્ટમાં કેસનું ભારણ વધી રહ્યું છે. પોલીસના આવા વલણના કારણે ગરીબ, અભણ અને મહિલાઓને વિના કારણે જેલમાં ગયાનું લેબલ લાગતું હોય છે. પોલીસની કઠોળ પગલું સુપ્રીમ કોર્ટ દ્વારા ગણાવી પોલીસરાજની છાપ ઉભી થતી હોવાનું અવલોકન કર્યુ છે. પોલીસે બીન જરૂરી રીતે ધરપકડ કરી એક કલાક પણ જેલમાં રાખી ન શકે તે અંગે સ્પષ્ટ આદેશ કર્યો છે.
જામીન એ નિયમ છે અને જેલ અપવાદ છે. બંધારણની કલમ 21 મુજબ જીવન અને સ્વતંત્રતાનો તમામને સમાન અધિકાર આપવામાં આવ્યો છે. અદાલત દ્વારા આ મુદે વારંવાર સ્પષ્ટતા કરે છે. નિર્દોષતાની ધારણા એ સાર્વત્રિક સિધ્ધાંત છે. કોગ્નિસેબલ ગુમાં ધરપકડ ફરજીયાત નથી સાત વર્ષથી ઓછી સજાના ગુનામાં આરોપી દ્વારા પોલીસ તપાસમાં સહયોગ આપવામાં આવી રહ્યાનો તપાસનીશ અધિકારીને સંતોષ હોય ત્યારે તે જામીન આપવાની કાયદામાં જોગવાય છે.
પોલીસ અધિકારીઓ ધરપકડના લેખિત કારણો રેકર્ડ કરવા માટે બંધાયેલા છે. અને વિશ્ર્વાસનું કારણ અને સંતોષ માટે ધરપકડ બંને ઘટકો ફરજીયાત છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આ અંગે અગાઉ કરેલા આદેશનું પોલીસ દ્વારા પાલન થતુ નથી કલમ 41નું યોગ્ય રીતે પાલન કરી ધરપકડ કરવામાં આવે ત્યારે પોલીસ અધિકારીઓ કાયદાની જોગવાયને અનુસરવા બંદાયેલા છે.
સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને એમ.એમ.સુંદરેશનની ડિવજન બેન્ચ દ્વારા કેન્દ્ર સરકારે રેગ્યુલર જામીન અરજી અને આગોતરા જામીન અરજી અંગે નવો કાયદો બનાવવો જરૂરી હોવાની ભલામણ કરી છે. સેકશન 41(એ) મુજબ નિર્ધારીત કાયદાને ધ્યાને રાખી નિર્દોષતાની ધારણાના ટચસ્ટોનનો ઉપયોગ કરી વિવેક બુધ્ધી સાથે કાર્યવાહી કરવા સુપ્રીમ કોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા જણાવવામાં આવ્યું છે.