સ્ટેટ મોનિટરીંગ સેલે 16 શખ્સોને ઝડપી રૂા.3.22 લાખનો મુદામાલ કબ્જે કરતા સ્થાનિક પોલીસમાં દોડધામ
રાજકોટ પોલીસને છેલ્લા કેટલાક સમયથી શનિની પનોતી નડતી હોય તેમ તોડકાંડ, સાયલાદારૂ કાંડ બાદ સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી વરલી મટકાનો જુગાર રમતા અને રમાડતા 16 શખ્સોને રૂા.3.22 લાખના મુદામાલ સાથે ઝડપી કરાયેલી તપાસ દરમિયાન લીસ્ટેડ બુકી મયુરસિંહ ભરતસિંહ ઝાલા દ્વારા વરલી મટકાના આંકડાના હાટડા ચલાવતો હોવાનું બહાર આવ્યું છે. લાંબા સમયથી ચાલતા વરલી મટકાના જુગારધામ અંગે સ્થાનિક પોલીસ કેમ અજાણ રહી તે અંગે થોરાળા અને ક્રાઇમ બ્રાન્ચ સહિતના પોલીસ સ્ટાફ સામે સવાલો ઉઠી રહ્યા હોવાથી ફરી રાજકોટ પોલીસ માટે મુશ્કેલી ઉભી થતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
વરલી મટકાના આકડાનો કારોબાર ચલાવતા સુત્રધારની શોધખોળ
રાજકોટમાં વરલી જુગારની ક્લબ પર સ્ટેટ મોનિટરીંગ સેલ નો દરોડો પડતા 16 આરોપી પકડાયા છે. સ્ટેટ મોનીટરીંગ સેલે 3.22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. લિસ્ટેડ બુકી મયુરસિંહ ઝાલાનું નામ ખુલ્યું છે. થોરાળા પોલીસ મથક વિસ્તારના ભાવનગર રોડ પરના ગંજીવાડામાં સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ સી.એન. પરમાર અને તેમની ટીમને સફળ દરોડો પાડ્યો હતો. હાલ 6 આરોપીને ફરાર થતા તેની શોધખોળ હાથ ધરવામા આવી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલે એ થોરાળા પોલીસ મથકે તમામ આરોપીઓ સામે જુગરધારની કલમ 12(એ) મુજબ ગુનો દાખલ કરાવ્યો છે. રોકડ રૂ.1,37,183, રૂ.1,35,000ની કિંમતના 5 બાઈક, રૂ.50,000ની કિંમતના 19 ફોન, એમ કુલ 3,22,183નો મુદ્દામાલ કબ્જે કરાયો છે.સ્ટેટ મોનીટરીંગ સેલએ આંકડા લખનાર હારુન આમદ દલ અને ફિરોઝ અબ્રાહમ પલેજા, ચિઠ્ઠી બનાવી આંકડા લખનાર 3 આરોપી અને 11 વરલીના આંકડા લખવનાર એમ 16ને હસ્તગત કરી કોવિડ ટેસ્ટ કરવા તજવીજ કરી છે. પૂછપરછમાં લિસ્ટેડ મયુરસિંહ ભરતસિંહ ઝાલાનું નામ ખુલ્યું છે. ઉપરાંત બહાર ઉભા રહી ફોન ઉપર આંકડા લખવનાર બે શખ્સ અને એક મોબાઈલ ફોન મૂકી નાસી જનાર આરોપી તથા બે આંકડા લખનાર રાઇટર ભાગી છુંટવામાં સફળ રહ્યા હતા. હાલ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે.