નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વવાળી ભાજપની સરકાર તથા વિજયભાઈ રૂપાણી નેતૃત્વવાળી રાજ્ય સરકારના વિકાસ કાર્યોને રાજકોટવાસીઓ સુધી પહોંચાડવાનું કાર્ય મોહનભાઇ કુંડારિયાએ કર્યું છે જે ખૂબ જ પ્રશંસનીય છે જેમાં સૌની યોજના દ્વારા સમગ્ર રાજકોટમાં પાણીપ્રશ્ન ભુતકાળ બનાવ્યો છે તથા મહિલાઓ માટે આવાસ યોજના તેમજ ૧૮૧ અભયમ યોજના, ઉજવલા યોજના,નારી અદાલત, તેમજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઇ મોદીના નેતૃત્વ તળે કેન્દ્ર સરકારે અનેક ક્રાંતિ કારી પગલાંઓ લીધા છે.
જેથી મહિલાઓ વધુને વધુ પ્રમાણમાં સક્ષમ બને શક્તિશાળી બની સમાજ અને દેશને મજબૂત બનાવે. સ્ત્રી સશક્તિકરણ દ્વારા વિકાસ વધુમાં વધુ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ કર્યું છે. સૌરાષ્ટ્રવાસીઓ માટે રાજકોટ ખાતે એઈમસ,રાજકોટ થી દિલ્હી ડાયરેક્ટ ફ્લાઇટ, સુરેન્દ્રનગર રાજકોટ બ્રોડગેજ,દુરન્તો એક્સપ્રેસ નો પ્રારંભ,આંતરરાષ્ટ્રીય કક્ષાનું એરપોર્ટ, રાજકોટ અમદાવાદ સિક્સ લેન,મોરબીમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,મોરબી-રાજકોટ ફોરલેન રોડ જેવા વિકાસના કામો કર્યા છે.
આથી જ ૨૩મી એપ્રિલના રોજ આપણે સૌ આપણો કીમતી મત રાષ્ટ્રવાદને રાષ્ટ્રની સ્થિરતા અને દેશના વિકાસ માટે કમળનું બટન દબાવીને મોહનભાઇને જંગી બહુમતીથી જીતાડી ફિર એક બાર મોદી સરકાર બનાવીએ તેવી અપીલ શ્રીમતી અંજલીબેન રૂપાણી,શ્રી બીનાબેન આચાર્ય, શ્રીમતી ભાનુબેન બાબરીયા દ્વારા કરવામાં આવી હતી.