9672 બોટલ સહિત કુલ રૂ.18.98 લાખનો મુદામાલ કબ્જે: એક ઝડપાયો
અબતક,જયવિરાણી, કેશોદ
કેશોદ સ્થાનિક પોલીસને અંધારામાંરાખી જૂનાગઢ એલસીબીનાં સ્ટાફે દારૂના મોટા જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડયો છે. એલસીબીએ દરોડો પાડી 9672 વિદેશી દારૂની બોટલ સહિત કુલ રૂ.18.98 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
કેશોદના અગતરાય ગામ પાસે મંગલપુર તરફ જવાનાં રસ્તાની બાજુમાં આવેલ 66 કેવી જેટકો સબ સ્ટેશન માં જુનાગઢ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ નાં ઇન્ચાર્જ પીઆઇ એચ આઈ ભાટી અને પીએસઆઈ એ ડી વાળા પોલીસ કાફલાને સાથે રાખી તપાસ હાથ ધરતાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. કેશોદના ગંગનાથપરા વિસ્તારમાં રહેતા સંજય ભરતભાઈ વાસણ રૂપિયા દશ હજાર મેળવી પ્રોહિબેશન ગુનાખોરી સાથે સંકળાયેલા અગતરાય ગામ નાં કાસમ રફીક ગામેતી હિંગોરા અને ટીકર ગામનાં રફીક ઉર્ફે ભોણીયો ઈસ્માઈલ સાંધ ને વિદેશી દારૂનો જથ્થો કટીંગ કરવા જીઇબી ની જગ્યા પુરી પાડનાર સાગ્રીત સંજય ભરતભાઈ વાસણ ઝડપાઈ ગયેલ છે. જુનાગઢ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો જુદી-જુદી બ્રાન્ડનો કુલ 427 પેટી કુલ નંગ 9672 બોટલ ટીન જેની કિંમત રૂપિયા 18,88,800/- સહિત એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 10,000/- મળીને કુલ રૂપિયા 18,98,800/- નો જથ્થો કેશોદ પોલીસ ને ઉંઘતી રાખી જુનાગઢ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. જુનાગઢ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચ નાં ઇન્ચાર્જ પીઆઇ એચ આઈ ભાટી, પીએસઆઈ એ ડી વાળા પોલીસ કોન્સ્ટેબલ એસ એ બેલીમ,જે એચ મારૂ,નિકુલ પટેલ, ડાયાભાઈ કાનાભાઈ, કરસનભાઈ જીવાભાઈ, દિપકભાઈ નાથાભાઈ એ અગતરાય ગામ પાસે આવેલ સબ સ્ટેશન માં સફળ રેડ કરી હતી. રેડ દરમ્યાન હાજર નહીં મળી આવનારાં કાસમ રફીક
ગામેતી હિંગોરા અને રફીક ઉર્ફે ભોણીયો ઈસ્માઈલ સાંધ ને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.