કોમી એકતા જાળવવા અને લો એન્ડ ઓર્ડરની સ્થિતી જાળવવા રાજયભરના પોલીસ કમિશનર, રેન્જ આઇજી, એસપીને તાકીદ કરાઇ
ગત વર્ષે રામનવમીએ આણંદ અને ખંભાતની ધાર્મિક લાગણી દુભાવવાની અને કોમી તનાવની ઘટનાના કારણે તકેદારી રાખવા વીડિયો કોન્ફરનસ બેઠક યોજાઈ
ભગવાન રામના જન્મોત્સવ નિમિતે રામ નવમીની ઠેર ઠેર ભાવ પૂર્વક અને શ્રધ્ધા સાથે થતી ઉજવણી અંતર્ગત શોભાયાત્રા નીકળતી હોય છે. આવતીકાલે રામ નવમી ઉજવણી થશે બીજી પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હોવાથી મુસ્લિમ બિરાદરો રોઝા રાખી બંદગી કરી રહ્યા છે. ત્યારે રાજયભરમાં કોમી એકતા જળવાય રહે તે માટે તકેદારી રાખવા માટે રાજયના ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક મળી હતી. રાજયના તમામ પોલીસ કમિશનર, રેન્જ આઇજી અને જિલ્લા પોલીસ વડા સાથે વીડિયો કોન્ફરન્સથી એલર્ટ રહેવા અને લો એન્ડ ઓર્ડરની સ્થિતી જાળવવા આદેશ કરાયા છે.
ગત રામનવમી દરમિયાન આણંદ અને ખંભાત ખાતે નીળકેલી શોભાયાત્રા દરમિયાન ધાર્મિક લાગણી દુભાવવાની ઘટનાથી કોમી તંગદીલી સર્જાય હતી. ગત વર્ષની ઘટનાનું પુર્નાવર્તન ન થાય તેની તકેદારી રાખવા રાજયના પોલીસ વડા વિકાસ સહાય, કાયદો અને વ્યવસ્થાના વડા નરસિમ્હા કોમર અને આઇબીના વડા અનુપમસિંહ ગેહલોત દ્વારા વીડિયો કોન્ફરન્સથી રાજયભરના પોલીસ કમિશનર, રેન્જ આઇજી અને જિલ્લા પોલીસ વડા સાથે વીડિયો કોન્ફરન્સથી ચર્ચા કરી હતી.
આ વર્ષે રામનવમી દરમિયાન રમઝાન માસ ચાલી રહ્યો છે. ત્યારે વિશેષ તકેદારી સાથે પોલીસનો ચુસ્ત બંદોબ્ત ગોઠવવાની સુચના આપવામાં આવી છે. તેમજ સંવેદનસીલ વિસ્તારમાં અસમાજીક અને લુખ્ખા શખ્સોની હીલચાલ પર નજર રાખવા સુચના આપવામાં આવી છે.ભગવાન રામલ્લાના જન્મોત્સવની ઉજવણી માટે થનગની રહેલા શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં જોડાતા હોય છે ત્યારે કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે અંગે તકેદારી રાખવા માટે અપાયેલી સુચનાના પગલે રાજકોટમાં નીકળનારી શોભાયાત્રા દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના માર્ગ દર્શન હેઠળ પોલીસ બંદોબસ્તની સ્કીમ તૈયાર કરવામાં આવી છે.
શોભાયાત્રાના રુટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રાખવવામાં આવશે તેમ સુત્રોએ જણાવ્યું છે.રામનવમી અને પવિત્ર રમઝાનને ધ્યાને રાખી શોભાયાત્રાના રુટ પર પોલીસના બંદોબસ્ત મોટી સંખ્યામાં પોલીસ અધિકારી અને પોલીસ સ્ટાફ ઉપરાંત હોમગાર્ડ અને ટ્રાફિક બ્રિગેડના જવાન જોડાશે શોભાયાત્રા દરમિયાન કોઇ સ્થળે ટ્રાફિક જામ ન થાય તે માટે પોલીસ સ્ટાફ દ્વારા તકેદારી રાખવામાં આવેશે અને કોઇ અનિચ્છની બનાવ ન બને તે માટે સંવેદનસીલ વિસ્તારમાં પોલીસના ધાડે ધાડા ઉતારી દેવાશે સોશ્યલ મિડીયા દ્વારા પર શંકા સ્પદ મેસેજ અંગે પણ પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી છે.