અમેરિકાના ટાઇમ મેગેઝીને ગુરુવારે દુનિયાભરના 100 પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી, એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, કેબ કંપની ઓલાના કો-ફાઉન્ડર ભાવિશ અગ્રવાલ અને માઇક્રોસોફ્ટના સીઈઓ સત્યા નડેલાને સ્થાન મળ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે આ વખતે 45 હસ્તીઓ એવી છે, જેમની ઉંમર 40થી ઓછી છે.
નોર્થ કોરિયાનો તાનાશાહ પણ યાદીમાં
ન્યૂઝ એજન્સી મુજબ, મેગેઝીને આ વખતે એક્ટ્રેસ નિકોલ કિડમેન, પ્રિન્સ હેરી અને તેમની ફિયાન્સ મેગન માર્કલ, લંડનના મેયર સાદિક ખાન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડો, સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મબ બિન સલમાન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, નોર્થ કોરીયાના તાનાશાહ કિમ જોંગ ઉન, આયરલેન્ડના વડાપ્રધાન લિયો વરાડકર, બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીન અને સિંગર રિહાનાને પ્રભાવશાળી હસ્તીઓમાં સ્થળ આપ્યું છે.
પ્રભાવશાળી લોકોમાં 45ની ઉંમર 40થી ઓછી
ટાઇમ મેગેઝીન તરફથી કહેવામાં આવ્યું છે કે 2018ની પ્રભાવશાળી લોકોમાં સામેલ સૌથી વધુ 45 એવા છે, જેમની ઉંમર 40 વર્ષથી ઓછી છે. જેમાં 14 વર્ષીય એક્ટર મિલ્લી બોબી બ્રાઉન પણ સામેલ છે
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com