- ગિયર શિફ્ટ લોક એ તમારી કારની સલામતી માટે સૌથી બેસ્ટ ફીચર છે,
- જો તમારી કાર ચોરાઈ ગઈ હોય, તો તમે તેને GPS ટ્રેકરની મદદથી ટ્રેક કરી શકો છો.
- પેડલ લોક દ્વારા તમે તમારી કારના એક્સિલરેટર અને બ્રેકના પેડલને લોક કરી શકો છો.
Automobile News : આજકાલ કારની ચોરી એ એક મોટી સમસ્યા બની ગઈ છે. તેના કારણે ઘણા લોકે માટે મુશ્કેલી ઉદ્દભવતી જોવા મળી રહી છે. ચોરીની સમસ્યાના નિરાકરણ માટે કંપની પોતેજ કારને ચોરોથી બચાવવા માટે કારમાં ઘણી સુવિધાઓ આપવા લાગી છે.આ સમસ્યાથી તમે વધુ સલામતી ઈચ્છો છો,ચોરથી બચવા માટે કેટલીક વધારાની કાર એક્સેસરીઝનો ઉપયોગ કરી શકો છો. જાણીએ એવી કાર એસેસરીઝ વિશે જે તમારી કારને ચોરોથી તમને સલામતી આપી શકે.
૧. Gear સીફટ લોક
ગિયર શિફ્ટ લોક એ તમારી કારની સલામતી માટે સૌથી બેસ્ટ ફીચર છે, આ કારની ગિયર સ્ટિકને લોક કરે જેનાથી કોઈ ચોર કારમાં પ્રવેશ કરે તો પણ તે તેને ચાલુ કરી શકશે નહીં અને વાહન ચલાવી શકશે નહીં અને આ સ્થિતિમાં તે પાછળનો ભાગ બદલી શકશે નહીં
૨. GPS ટ્રેકર
જો તમારી કાર ચોરાઈ ગઈ હોય, તો તમે તેને GPS ટ્રેકરની મદદથી ટ્રેક કરી શકો છો. આ સિવાય જો કોઈ કારને ચોરી કરવાનો પ્રયાસ કરે છે, તો તે ટ્રેકરની મદદથી તમે એલર્ટ થઇ શકશો. આ ફીચર કેટલાક ઉપકરણોમાં પણ જોવા મળે છે. જેના દ્વારા તમે એન્જિનને પણ બંધ કરી શકો છો.
૩. pedal લોક
પેડલ લોક દ્વારા તમે તમારી કારના એક્સિલરેટર અને બ્રેકના પેડલને લોક કરી શકો છો. જો કોઈ કારણસર કોઈ ચોર કારની અંદર ઘૂસી જાય તો પણ તે એક્સીલેટર અને બ્રેક્સ લોક હોવાથી તે કારને લઈ જઈ શકશે નહીં.
૪. wheel લોક
તમારી કારના એલોય વ્હીલમાં ઇન્સ્ટોલ કરીને લોક કરી શકો છો. આ એક ખૂબ જ ઉપયોગી સહાયક ઉપકરણ રહ્યો છે, જેના કારને ચોરોથી બચાવવામાં મદદ કરે છે.