જો તમે કોઈ જરૂરી કોલ પર છો અને તમારા Smartphone ની બેટરી ખત્મ થઇ જાય છે. તેવામાં તમે જ્યાં પણ આસ-પાસ ચાર્જર મળે છે, ત્યાં જઈને સ્માર્ટફોન ચાર્જ કરવા રાખી મુકો છો. આ દરમિયાન બની શકે છે કે તમને ખબર પણ ન પડે અને તમારા સ્માર્ટફોનનો બધો જ ડેટા હેક થઇ શકે છે.
એક સિક્યુરિટી ફર્મ મુજબ, જેવો જ તમે સ્માર્ટફોન કોઈ પણ ચાર્જીંગ સોકેટ સાથે કનેક્ટ કરો છો. જે હેક છે તો તમારો સ્માર્ટફોન પણ ઇન્ફેક્ટેડ હોઈ શકે અને તમારા સ્માર્ટફોનનો બધો ડેટા લીક થઇ શકે છે.
પબ્લિક ચાર્જીંગ સ્ટેશન અને પબ્લિક વાઈ-ફાઈ એક્સેસ પોઈન્ટ્સ, પ્લેન, કોન્ફરન્સ સેન્ટર અને પાર્ક પર સરળતાથી મળી આવે છે. જેથી લોકોને સ્માર્ટફોનનો એક્સેસ અને ડેટા મળી રહે છે. પરંતુ એવા કોઈ અજાણ્યા પોર્ટથી પોતાના ફોનને કનેક્ટ કરવો તે જોખમને આમંત્રણ આપવા જેવું છે.