Abtak Media Google News
  • સિનિયર સિટીઝન, દિવ્યાંગો, થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને જુવેનાઇલ ડાયાબિટીકોને સિટી બસ અને બીઆરટીએસમાં મફત મુસાફરીના કોર્પોરેશનના નિર્ણયને ખુદ મુખ્યમંત્રીએ પણ આવકાર્યો
  • સતત વિકાસ કામો કરતા રહો સરકાર તમારા પડખે જ છે, નાણાંના વાંકે કોઈ કામ નહીં અટકે:ભુપેન્દ્રભાઈની
  • પાણીદાર ખાતરી

રાજકોટ મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા ગઈકાલે શહેરીજનો માટે એક ઉત્તમ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સિનિયર સિટીઝન, દિવ્યાંગો, થેલેસેમીયાગ્રસ્ત બાળકો અને જુવેનાઇલ ડાયાબિટીકો માટે સીટી બસ અને બીઆરટીએસ બસમાં મફત મુસાફરીની યોજના જાહેર કરવામાં આવી હતી.ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ  દ્વારા આ નિર્ણયની સરાહના કરવામાં આવી છે. આજે સવારે કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વે મળેલી ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠક શરૂ થઈ તે વેળાએ જ સીએમનો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના મોબાઈલ પર ફોન આવ્યો હતો. તેઓએ ગઈકાલે કોર્પોરેશન દ્વારા લેવામાં આવેલા આ નિર્ણયની સરાહના કરી હતી અને ભવિષ્યમાં પણ સારા કામો કરતા રહો તેવી કોર્પોરેશનના શાસકોને શુભકામના પાઠવી હતી. તમારે જ વિકાસ કામો કરવાના છે કોઈપણ વાતનો ડર રાખ્યા વિના લોકોની સુખાકારી માટે સતત પ્રયત્નશીલ રહેવા પણ તાકીદ કરી હતી.સાથોસાથ એવી પણ ખાતરી આપી હતી કે નાણાના વાંકે રાજકોટ મહાનગરપાલિકાના એક પણ વિકાસકામને અસર નહીં થાય. રાજ્ય સરકાર તમારી પડખે છે. હિંમત રાખી આગળ વધો.

ચેરમેન જયમીન ઠાકરે મુખ્યમંત્રીનું ધ્યાન દોર્યું હતું કે આજે અમારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક છે આ પૂર્વે ભાજપના તમામ કોર્પોરેટરોની સંકલન બેઠક મળતી હોય છે. જેમાં અમે બધા સાથે છીએ દરમિયાન મુખ્યમંત્રીએ ફોન સ્પીકર પર રાખવાની સૂચના આપી હતી. સ્પીકર પર ફોન રખાયા બાદ મુખ્યમંત્રી ભુપતભાઈ પટેલ ભાજપના તમામ કોર્પોરેટરોને શુભકામના પાઠવી હતી અને લોકોની સેવા માટે સતત પ્રયત્નશીલ રહેવાની પણ તાકીદ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે,કોર્પોરેશન દ્વારા સિનિયર સીનીયર સીટીઝનો, જુવેનાઇલ ડાયાબિટીક,દિવ્યાંગો અને થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે ગઈકાલે એક વિશેષ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં તેઓને  સીટી બસ અને બીઆરટીએસમાં મફત મુસાફરી કરવા દેવામાં આવશે તેવી ઘોષણા  કરાય છે.આ નિર્ણયની શહેરીજનો દ્વારા તો સરાહના કરવામાં આવી જ રહી છે. પરંતુ ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આ જાહેરાતથી પ્રભાવિત થયા છે  તેઓએ  સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીનભાઇ ઠાકરને મોબાઈલ પર ફોન કરી અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં પણ લોકોની સેવા માટે સારા કામો કરતા રહેવાની ભલામણ કરી હતી. રાજકોટ જ નહીં રાજ્યની તમામ મહાનગરપાલિકાઓને વિકાસ કામો માટે જેટલા નાણાની જરૂરિયાત હશે. તે પૂરી પાડવા રાજ્ય સરકાર બેઠી છે. મૂંઝાતા નહીં વિકાસ અને જન સુખાકારીના કાર્યો સતત આગળ વધારતા રહેવાની તેઓએ ભલામણ કરી હતી. મુખ્યમંત્રીએ ભાજપના તમામ નગરસેવકોને મોબાઇલ પર શુભકામના પાઠવી પ્રજા લક્ષી કાર્યો માટે સક્રિય રહેવાની તાકીદ કરી હતી.

  • મ્યુનિ.કમિશનર અમને ઓળખતા પણ નથી ભાજપના કોર્પોરેટરોની ફરિયાદ
  • નગરસેવકોની ફરિયાદ ઉઠતા સાંજે તાકીદે કમિશનર સાથે બેઠકનું આયોજન ગોઠવતા શહેર ભાજપ પ્રમુખ અને મેયર

કોર્પોરેશનમાં આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક પૂર્વે ભાજપના કોર્પોરેટરોની સંકલન બેઠક મળી હતી.જેમાં કેટલાક કોર્પોરેટરોએ એવી ફરિયાદ કરી હતી કે,નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ હજી સુધી ભાજપના નગરસેવકોને ઓળખતા  જ નથી. જો તેઓને મળવા જઈએ ત્યારે મુલાકાતીઓની  ચિઠ્ઠી ભરવાનો આગ્રહ રાખવામાં આવે છે.તેઓની ચેમ્બરની બહર  નગરસેવકોને બેસાડી રાખવામાં આવે છે. એકવાર મ્યુનિસિપલ કમિશનર સાથે શુભેચ્છા મુલાકાતનું આયોજન કરવું જોઈએ. તેવી નગરસેવકોની લાગણી બાદ મેયર નયનાબેન પેઢડીયા અને શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ મામલો હાથ પર લીધો હતો. મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈને ફોન કરી સાંજે 6:00 વાગ્યે ભાજપના તમામ કોર્પોરેટરો મળવા માંગે છે.તેવું કહી મીટીંગ ગોઠવી દીધી હતી સાંજે 6:00 કલાકે સ્ટેન્ડિંગ કમિટીના કોન્ફરન્સ રૂમમાં ભાજપના તમામ શાસન કોર્પોરેટરો મ્યુનિસિપલ કમિશનર સાથે મીટીંગ ગોઠવી ઓળખ પરેડ કરશે તેવું જાણવા મળી રહ્યું છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.