આજકાલની લાઇફસ્ટાઇલ વ્યસ્ત અને થાક ભરેલી બની ચૂકી છે. માટે જ આરોગ્ય સંભાળ લેવી ખૂબ જ જરુરી છે. ખાસ કરીને પ્રેગ્નેન્સી દરમ્યાન મહિલાઓની હંમેશા ઇચ્છા હોય છે કે નોર્મલ ડિલિવરી જ આવે પરંતુ સિઝેરિયન થવાથી બાદમાં તકલીફો રહે છે. માટે આજે હું તમારા માટે એવી ટિપ્સ લાવી છું. જેને અનુસરવાથી તમને નોર્મલ ડિલિવરી જ થશે.
૧- પ્રેગ્નેન્સી અંગેનું જ્ઞાન : સૌ પ્રથમ ગર્ભાવસ્થાનું પૂરતું જ્ઞાન મેળવી લેવું, તેથી તમારી પૂર્વ તૈયારી તમે કરી શકો જેનાથી ડિલિવરી દરમ્યાન સમસ્યા થશે નહીં.
૨- ડાયેટ ચાર્ટ : ગર્ભાવસ્થામાં ડાયેટ ચાર્ટ ખૂબ જ મહત્વ ધરાવે છે. જેટલું હેલ્ધી ખાશો તેટલુ તમારા બાળક માટે સારુ રહેશે, પરંતુ એટલુ ધ્યાન રાખવું કે ગર્ભાવસ્થા દરમ્યાન વધુ પડત એક સમયે જમી લેવું નહી. તેથી વજન વધી શકે છે. અને નોર્મલ ડિલિવરીના ચાન્સ ઘટી શકે છે.
૩- તણાવમુક્ત રહેવું : પ્રેગ્નેન્સી દરમ્યાન સ્ટ્રેસ ક્યારેય લેવું જોઇએ નહી. ગમે તેવ તકલિફ કેમ ન હોય હંમેશા પોતાને ખુમ રાખવાની કોશિશ કરો.
૪- કસરત : પ્રેગ્નેન્સી દરમ્યા કસરત કરવી જોઇએ કેમ કે શરિર ભારી થવાથી સાંધામાં દુખાવો થઇ શકે છે. પરંતુ યોગ્ય સલાહ વિના કસરતો કરવી નહીં.
૫- બ્રિથિંગ પ્રોસેસ : શ્ર્વાસ લેવાની કસરતથી બાળકને પણ ઓક્સીઝન મળે છે. તેથી નોર્મલ ડિલિવરી દરમ્યાન મદદ મળે છે અને લેબર પેઇન ઓછુ થાય છે.
પ્રેગ્નેન્સીનાં છેલ્લા ત્રણ મહિનામાં માલિશ કરાવવી ખૂબ જ જરુરી છે. તેથી તમારુ શરીર લેબર પેઇન માટે તૈયાર થાય છે તેમજ લેબર દરમ્યાન થત જોઇન્ટ અને મસલ્સના દુ:ખાવાથી પણ તમને આરામ મળશે.