ભગવાનને પ્રસન્ન કરવા આપણે દિવસમાં એવા ઘણા કામ કરતા હોય છીએ. દરેક વ્યક્તિને કોઇના કોઇ ઇચ્છા જરૂર હોય છે જેને વ્યક્તિને ઇચ્છાના હોય તો પણ નીરોગી અને સ્વસ્થ રહેવા તે ભગવાનની પુજા કરે છે. શ્રધ્ધા અને નીયમથી કરવામાં આવેલી પુજા અવશ્ય શુભફળ પ્રદાન કરે છે જો તમે પણ તમારી કે પરીવારની સુખ-શાંતી માટે પુજા કરતા હોય તો આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખવું.

1 જ્યારે પણ આપણે કોઇ પુજા કરતા હોય ત્યારે અજાણ્તા કોઇ ભુલ થઇ જાય તો હાથમાં ગંગાજળ લઇને ક્ષમા માંગી લેવી અને પુજા પાછી શરૂ કરવી.

2 ઘરમાંથી નકારાત્મક ઉર્જાને દુર કરવા માટે ઘરમા નીયમીત સાફ-સફાય કરવી અને સપ્તાહમાં એકવાર ઘરમાં ગૌ-મુત્ર તેમજ ગંગાજળ છાંટવું સાથે જ સુંગધીત ધૂપ કરવો.

3 જે ઘરના મંદિરમાં બધા ભગવાન રાખવાને બદલે જે ભગવાનમાં તમને શ્રધ્ધા વધુ હોય તેને જ મંદિરમાં રાખવા અને શ્રધ્ધાથી તેમની પુજા કરવી આથી તમારી ઇચ્છા જલ્દી જ પુરી થશે.

4 જો ઘરમાં કોઈ દેવતાની મૂર્તિ મુકો તો તેની વિધિપૂર્વક પ્રાણ પ્રતિષ્ઠા કરાવવી જોઈએ.

5 પૂજા ક્યારે જમીન પર બેસીને ન કરવી જોઈએ. તેનાથી બધી સારી શક્તિ જમીનમાં સમાઈ જાય છે. તેથી ગૃહસ્થ માટે ઘાબળા પર કે આસન પર બેસીને પૂજા કરવાનો નિયમ છે.

6 પૂજા કરતી વખતે પૂજા કરનારનુ મોઢુ પૂરબ કે ઉત્તર દિશાની તરફ હોવુ જોઈએ.

7 પૂજા શરૂ કરતા પહેલા એક દીવો પ્રગટાવવો જોઈએ અને એક સુગંધિત ધૂપ કે અગરબત્તી પ્રગટાવવી જોઈએ. તેનાથી વાતાવરણ પવિત્ર થઈને દેવમય બની જાય છે.

8  હંમેશા શ્રી લક્ષ્મીજીની પ્રતિમાને શ્રી વિષ્ણુની ડાબી બાજુ મુકવી જોઈએ. આ રીતે જ પાર્વતી અને ભગવાન શિવને શ્રી રાધા અને શ્રીકૃષ્ણ વગેરેને મુકવી જોઈએ.

9 પૂજાઘરમાં દેવ દેવીઓની પ્રતિમા સામે સવાર સાંજ દીપક પ્રગટાવવો જોઈએ.

10 પૂજાના સમયે ક્યારેય દીપકને જમીન પર ન મુકવો જોઈએ. તેની નીચે ચોખા મુકવા જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.