રાષ્ટ્રની સમસ્યાઓનું ચિંતન અને ઉકેલ આણવા આગળ આવો : સ્વામી ધર્મબંધુજી
રાજકોટ જીલ્લાના ઉપલેટા તાલુકાના પ્રાંસલા ગામના નૈસગીંક વાતાવરણમાં યોજાઇ રહેલ રાષ્ટ્રકથા શિબિરના બીજા દિવસના પ્રવચન સત્રને સંબોધવા સુપ્રિમ કોર્ટના જસ્ટીસ દિનેશ મહેશ્ર્વરી ખાસ પધાર્યા હતા. જસ્ટીસ મહેશ્ર્વરીએ જીવનમાં શીખવાની પ્રક્રિયા નિરંતર જાળવી રાખવા જણાવ્યું હતું. આ શીખવાની પ્રક્રિયા દરમિયાન જો કોઇ ભુલ થાય તો તેને સ્વીકારી લો અને સુધારવાના પ્રયાસ આદરો, ભુલ છુપાવનાર વ્યકત કયારેય નવુ શીખી શકતો નથી. અન્ય કોઇ બાબતોથી મળતી ખુશી થોડી ક્ષણો પુરતી રહેશે. જયારે શીખવાથી મળેલી ખુશી અસીમ રહે છે.
વધુમાં તેમણે જીવનના લક્ષ્યને પામવા માટે એકાગ્રચિતતા, સત્ય નિષ્ઠા અને પ્રમાણિકતાની આવશ્યકતાઓ વર્ણવી હતી. તેમણે ઉમેર્યુ હતું કે, માનવજીવનની સહજ નબળાઇ છે એકાગ્રતા પામવી. પરંતુ નિરંતર અભ્યાસ આપની એકાગ્રતા અને જીવનની ઉન્નતિનો રાહ આસાન બનાવે છે.વધુમાં તેમણે સમજાવ્યું કે માણસનો સૌથી મોટો દુશ્મન ને સ્વંય છે. જે સમજી શકે તે સ્વયંશિસ્તથી પોતાનો યોગ્ય દિશામાં ઢાળી શકે છે. માટે હંમેશા પોતાની સંભાળ સ્વંય રાખો.
મંગળયાન પ્રોજેકટ સાથે સંકળાયેલા ઇસરોના વૈજ્ઞાનિક ડો. રીતુ કરીઢાલએ પીપીટીની મદદથી એકદમ સરળ રીતે મંગળયાન પ્રોજેકટની શરુઆતથી માંડીને માત્ર અઢાર મહિનામાં સૌથી ઓછા ખર્ચે ખુબ જ ઓછા સંસાધનોની મદદથી અને પ્રથમ પ્રયત્ને કેવી રીતે મંગળયાન પ્રોજેકટ સફળ નીવડયો તેની તલસ્પર્શી માહીતી આપીને શિબીરાર્થીઓને અભિભુત કરી દીધા હતા.
મંગળયાન એ પહેલા પ્રોજેકટ છે જે તેના સર્જાતી ખામીનું સ્વંય નિરાકરણ લાવી દે તેમ જણાવતાં ડો. રીતુ કરીઢાલએ આ સધળી સફળતાનું શ્રેય ‘ટીમ વર્ક’ને આપ્યું હતું. જેમાં ઇલેકટ્રીક, સોફટવેર, હાર્ડવેર, મીકેનીકલ વિગેરે શાખાના ઇજનેરોનું યોગદાન રહ્યું હતું. શિબીરાર્થીઓ માટે રિયલ ‘મિશન મંગલ’ જોવા મળ્યું હતું.સ્વામી ધર્મબંધુજી એ મહાન રાષ્ટ્ર નિર્માણ કરવા માટે જરુરી છે. તેની સાંપ્રત સમસ્યાઓની ઓળખવી અને તેના નિરાકરણ માટે ચિંતન કરવું. સૌથી મોટી સમસ્યા છે.
રાષ્ટ્રની આઝાદી પછી ૧૦૦ કરોડની વૃઘ્ધિ થયેલી જન સંખ્યાને નિયંત્રિત કરવી બીજી સમસ્યા છે યોગ્ય પોષણક્ષમઆહારની ઉપણ જેમાં આજે આપણે વિશ્ર્વમાં ૧૦રમાં નંબરે છીએ. ત્રીજી સમસ્યા છે. પ્રદુષણની વિશ્ર્વના ટોચના ૨૦ પ્રદુષિત શહેરોમાં ૧૪ ભારત દેશના છે. શિક્ષણ એ ચોથી સમસ્યા છે. જેમાં ભારતના માત્ર ૧૮ ટકા લોકો ઉચ્ચ શિક્ષીત છે. જયારે વિશ્ર્વના દેશોનું આ પ્રમાણ ૫૦ ટકાથી અધિક છે. જયારે માત્ર લખતા વાંચતા આવડે એ જનસંખ્યા પણ માત્ર ૭૪ ટકા છે. આવી વિવિધ રાષ્ટ્રીય પ્રત્યેક ઘટના માટે પ્રત્યેક વ્યકિતએ જવાબદારી અનુભવવી જોઇએ. વાયદા ઓછા અને કામ વધુની આદત કેળવવી જોઇએ. પ્રત્યેક કાર્ય, વિચાર રાષ્ટ્રને ઘ્યાનમાં રાખીને કરો.
વધુમાં શિબીરાર્થીઓને પ્રેરક સંબોધન કરતા સ્વામી ધર્મબંધુઓએ કોઇપણ પણ ઘટનાથી વિચલીત સ્વયં તુટીના જતા, આંતરિક સશકત બનો પહેલા ચિંતન કરો પછી નિર્ણય કરો પોતાની સહાયતા ખુક કરો. પોતાના સિઘ્ધાંતો પ્રત્યે નિષ્ઠા રાખો અસામાજીક તત્વોનો નીડરતાથી સામનો કરો.દિલ્હીથી પધારેલ નિવૃત સનંદી અધિકારી આર.પી.સિંગએ ભારત રાષ્ટ્ર પ્રાચીન સમયથી સમૃઘ્ધ જ્ઞાન વૈભવ ધરાવે છે. જે પાશ્ર્વાત્ય આક્રમણ વેળા વિદેશોમાં લઇ જવાયું છે અને તેને આધુનિક સંશોધન સ્વરુપે રજુ કરવામાં આવે છે.
આથી આપણા પ્રાચીન ગ્રંથો વિશે યોગ્ય અભ્યાસ સંશોધન કરવાની જરુરીયાત તેમણે દર્શાવી હતી. આજે વિદેશોમાં અભ્યાસ કરવા જવાની રોડ લાગી છે જયારે કે નાલંદા વિશ્ર્વની શ્રેષ્ઠ વિઘાપીઠ હતી અને તેમાં વિદેશોથી ૧૦૦૦ જેટલા વિઘાર્થીઓ અઘ્યયન કરવા આવતા હતા.
લશ્કરના ઓફીસર ટ્રેઇનીંગ એકેડમીના લેફટન્ટ જનરલ અરુણ પાલએ ઉગ્રવાદીઓ સાથેની અથડામણ અને યુઘ્ધના રોચક પ્રસંગો વર્ણવીને શિબીરાર્થીઓને નેતૃત્વશકિત ખીલવવા અનુરોધ કર્યો હતો. વધુમાં તેમણે હંમેશા ખુશી વહેચવા અને સ્વય ખુશ રહેવા સહુને પ્રેર્યા હતા. હંમેશા બીજા સાથે આદર ભર્યા વ્યવહાર કરવા જણાવેલ.નિવૃત જનરલ જી.ડી. બક્ષીએ આજે ફરી તેમની જુસ્સાદાર વાણીમાં શિબીરાર્થીઓને તેમની આગળ શૈલીામાં સીસી ટીવીનો અર્થ દર્શાવ્યો હતો.