વિપક્ષી નેતાની આગેવાનીમાં મેયરને રજૂઆત

કોર્પોરેશનમાં આગામી ૧૩મીના રોજ મળનારી જનરલ બોર્ડની બેઠકમાં પ્રેક્ષક ગેલેરી ખુલ્લી રાખવા વિપક્ષી નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં કોંગી કોર્પોરેટરોએ મેયરને રજૂઆત કરી હતી.

તેઓએ જણાવ્યું હતું કે, લોકશાહીના મંદિર સમાન સભાગૃહમાં પ્રેક્ષક ગેલેરીની વ્યવસ કરવામાં આવેલ હોય છે. કમનસીબે સભાગૃહમાં આવેલી પ્રેક્ષક ગેલેરી સામાન્યસભા દરમ્યાન આમ જનતા માટે એકાદ વર્ષ કરતા વધુ સમયથી બંધ કરવામાં આવેલ છે જે નાગરિકોને અન્યાયકર્તા બાબત છે.

સામાન્ય સભાની કાર્યવાહી શહેરના નાગરિકો નિહાળી શકે, સાંભળી શકે તે માટે પ્રેક્ષક ગેલેરીમાં કોઈપણ વ્યક્તિઓને નિયમાનુસાર પ્રવેશ આપવાનો હોય છે જે રાજકોટ મનપાના સભાગૃહની પ્રેક્ષક ગેલેરીમાં આપવામાં આવતો નથી. શાસકોના કાળા કામો અને સ્વાર્થી નિર્ણયો અંગેની ચર્ચા આમ પ્રજા જાણી ન જાય તેવી દાનતી આ સરમુખત્યારી નિર્ણય લીધેલ છે જે તાત્કાલીક બદલવામાં નહીં આવે તે જનતાને સાથે રાખી ઉગ્ર આંદોલનની ફરજ પડશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.