મોંઘવારીના સમયમાં આજે ઘરમાં બધા જ સદસ્યોને કમાવું પડે છે , મોંઘવારીએ એટલી બધી ગઈ છે કે જો તમારા ઘરમાં એક જ વ્યક્તિ કમતી હોય અને બાકીના ૪ આરામ કરતાં હોય તો આ મોંઘવારીએ સામે આપણે ટકીનાશકીએ એમાં પણ આપના બધાના સોખ પણ ખૂબ ઊચા હોય છે.અને જોબ કરીએ તો સતત ઓફિસમાં બેસી રહેવું પડે છે… ઘણી વાર લોકોને ખોટી પોજીશનમાં કલાકો સુધી બેસ્યા રહેવાથી સ્વાસ્થય સંબંધી પરેશાનીઓ થવા લાગે છે, પણ તેને સમજ નહી આવતું કે આવું ખુરશી પર ખોટા રીતે સતત બેસ્યા રહેવાના કારણે પણ થઈ શકે છે. 
શું તમે જાણો શું છે ખુરશી પર બેસવાની સાચી રીત

ખુરશી પર બેસતા સમયે સીધા બેસો અને પગને ધરતી પર રાખવું.  ઘણા લોકો ઉંચી ખુરશી પર બેસે છે ત્યારે તેના પગ હવામાં લટકે છે. તેથી કમરના હાડકા પર દબાણ પડે છે, જેનાથી ધૂંટણ અને પગમાં દુખાવો શરૂ થઈ જાય છે. હમેશા ખુરશીને તમારી હાઈટ મુજબ એડજસ્ટ કરીને બેસવું. ખુરશી પર ક્યારે પણ આગળને તરફ વળીને ન બેસવું. તમારું પૂરો વજન ખુરશીના પાછલા ભાગ પર જોડીને રાખવું.તમારા કંપ્યૂટરને તમારી આંખની સીધા સામે મૂકવું. જેનાથી ગરદનને વધારે પરેશાની ન હોય્. કામના સમયે પગને ક્રાંસ કરીને બેસવું પણ સાચું નહી. કારણ કે પગને ક્રાંસ કરીને બેસવાથી પેરોનૉલ નસ દબી જવાના ડર રહે છે. 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.