અતુલ ઓટો દ્વારા એજયુકેશન એવોર્ડનું આયોજન યુવાધનને સપના સાકાર કરવા અપાઈ સોનેરી સલાહ
અતુલ ઓટો દ્વારા એજયુકેશન એવોર્ડનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ‘અબતક’ની ખાસ મુલાકાત દરમિયાન અતુલ ઓટોના પ્રેસીડેન્ટ મીસ્ટર અઢિયાએ જણાવ્યું કે, આપણું યુવાધન ઈન્ટરએકચ્યુલ છે તેને આગળ વધારવા માટેનો આ એક પ્રયાસ છે. અમારી કંપની જે વર્કરો અને જે સ્ટાફ મેમ્બરોથી સન્માનિત છે. આજે એમના સંતાનોને અમે સંમાનિત કરી રહ્યાં છે. જેમણે પોતાનું કૌવત દેખાડયું છે. એકેડમિક ફિલ્ડમાં વધુમાં જણાવ્યું કે હવેની જે નવી પેઢી છે. તેમાં ઘણો ઈન્ટરએકચ્યુલ જોવા મળી રહ્યું છે. અને આ લોકોને પ્રોત્સાહિત કરી તેમને એક દિશા દેખાડી તો ચોક્કસપણે આવતી કાલનું ભારતનું નવનિર્માણ આપણે જે જોઈ રહ્યાં છીએ. આજની જે આપણી પરિસ્થિતિ છે. વિવિધ ક્ષેત્ર પર તેમાંથી ઘણુબંધુ ઈમ્પ્રુવમેન્ટ થવાની શકયતા છે. નવયુવાનો માટે આ સંદેશ ચોક્કસપણે એટલો છે કે આપ આપના લક્ષ્યાંકનો તરફ ધ્યાન રાખી ચોક્કસ પ્રગતી કરો અને ફોકસ વેમાં ભારતને જે પ્રગતિ જોઈ છે એ લઈ આવવા માટે એમનું યૌવન સમર્પિત કરે.વધુમાં જણાવ્યું કે અતુલ ઓટો એક સામૂહિક યજ્ઞ જેવું છે એવું હું ચોક્કસ કહીશ કારણ કે આ કંપનીની સ્થાપના થઈ ત્યારથી ધંધાકીય હેતુ સિવાય પણ અમે ઘણા બધા કાર્યો કરી રહ્યાં છીએ. આ પ્રદેશ અને દેશમાં કોઈપણ આપત્તિ આવે ત્યારે અતુલ ઓટો પરિવાર સામૂહિક રીતે એમાં જે પણ કોઈ યોગદાન કરી શકે તે અમે કરી રહ્યાં છીએ. ખાસ કરીને કહીએ તો અમારા પરિવારના બાળકો છે. એમનું સન્માન એટલા માટે કરવાની જ‚ર અમને લાગી કારણ કે, આ ભાઈઓથી અતુલ ઓટો સન્માનિત છે. એમના સંતાનો જયારે આટલા સરસ રીતે આગળ વધી રહ્યાં છે. ત્યારે ચોક્કસપણે અમને પણ ગર્વની લાગણી થાય છે અને આ એક એમને નાનકડું એવું અમારું ટોકન છે કે જેમને લઈ એ ફરી વખત મોટીવેટ થાય અને ભવિષ્યમાં એમની કારકિર્દી વધુ સારી રીતે બનાવે તેવી અમારી શુભેચ્છા છે તેમણે વધુમાં જણાવતા કહ્યું કે ‘હું એક નાનકડો સૈનિક છું, અત્યાર સુધી જે પણ કામ શિખ્યા અને કરતાં આવ્યાં એ જોઈને આગળ વધવાની કોશિષ કરી રહ્યાં છીએ અને આ જયાં સુધી મહેનત કરવાનો સવાલ છે ત્યાં સુધી બધા લોકોનો સાથ સહકાર છે તો આ રીતે આગળ વધતા રહેશું. વધુમાં કહ્યું કે અત્યારે નેશનલ લેવલ પર ખરેખર બ્ર ન્ડ સારી રીતે સ્પ્રેડ થઈ રહી છે. જાણીતી છે આજ બ્રાન્ડને વધારે સારી રીતે ઈન્ટરનેશનલ લેવલ ઉપર લઈ જવાની તમન્ના રાખીએ છીએ.