ઉનાળાની શુરઆત થઇ ગઇ છે, ત્યારે દરેક બાળકો તો વેકેશન માટે ખુશખુશાલ થઇ ગયા છે. પરંતુ સાથે-સાથે ગૃહિણીઓએ પણ તૈયારી શરુ કરી દીધી છે. ગૃહિણીઓએ શેની તૈયારે તે ખબર છે તેમને ? નહિં ને ! તો મિત્રો બારેમાસના મસાલા ખરીદવાનો સમય આવી ગયો છે. હવે મસાલા ખરીદવા એ કંઇ મોટી વાત નથી, પરંતુ જરુરી છે. તેને કંઇ રીતે સાચવવા, ઘણીવાર બારેમાસના મસાલા ખરીદી લીધા. પછી તે બગડી જવાની બીક રહે છે. તો ચાલો જાણીએ મસાલાની જાળવણી કઇ રીતે કરવી જોઇએ ?
ખરેખર તો દરેક મસાલાની આપણે ખરીદી કરીએ તો તેને એરટાઇટ કાચની બરણીમાં રાખીએ, જેથી તેને હવા ન લાગે. પરંતુ આ તો એક સામાન્ય જાળવણી છે, તે તો દરેક મસાલામાં કરવું જ પડે.પરંતુ દરેક મસાલાની એક અલગ ખાસિયત હોય છે. અને તેને જાળવવાની એક અલગ રીત હોય છે. સૌથ્ી પહેલાં વાત કરીએ તો…..
– મસાલા હવાચુસ્ત રાખો :
હવાના સંપર્કથી મસાલાનો સ્વાદ ઝડપથી ગુમ થશે. તેથી જો તમે કાચ, જાર અથવા મેટલ ટીનમાં રાખવાનું પસંદ કરો તો, તે મસાલોની બરણીને સંપૂર્ણપણે બંધ રાખવી.
– મસાલાને અંધારામાં રાખો :
ઘરની અંદર બારી કે દરવાજા પાસે મસાલાની બરણી ખૂબ જ સારી લાગે છે, પરંતુ સીધા સૂર્ય પ્રકાશ પણ તેનો સ્વાદ ગુમાવે છે. તેથી મસાલાને કબાટમાં રાખવાનું પસંદ કરો, પરંતુ જો તમે મસાલાને સુશોભન માટે બહાર જ રાખવા માંગો છો, તો મસાલાને થોડાં પ્રમાપણમાં જ ખરીદો, જેથી તેનો ઝડપથી ઉ૫યોગ થઇ જશે.
– મસાલાને ગરમીથી દૂર રાખો :
મસાલાને બહાર રાખવા તે તો છે જ, પરંતુ ગરમી પણ એક પરિબળ છે જે તમારા મસાલાના સ્વાદમાં ઘટાડો કરશે. તેથી મસાલાને ઓછી ગરમી વાળી જગ્યાએ રાખવાથીતેને જાળવી શકાય છે.
– મસાલાઓને ભેજથી દૂર રાખો :
ભેજથી પણ મસાલાના સ્વાદમાં ઘટાડો થઇ શકે છે. તેથી તમારા મસાલાને ભેજથી દૂર રાખો અને ફ્રિઝમાં મસાલા રાખીએ તો હંમેશા ખાતરી કરવી અને બરણીમાં ચમચી મુક્તા પહેલાં પણ ખાતરી કરવી કે ચમચી સંપુર્ણપણે સુષ્ક છે કે નહીં.
– મસાલાની સમય મર્યાદા પર નજર રાખો :
મસાલાની સમય મર્યાદા નક્કી કરેલો કોઇ જ કરાર નથી, પરંતુ દરેક વ્યક્તિ વધારે મસાલાનો સંગ્રહ કરે છે. તેમજ મસાલા વધીને એક કે બે વર્ષ સુધી સ્વાદિષ્ટ અને ટકાઉ રહે છે. તેમજ કોઇપણ મસાલો ઉપયોગમાં લેતાં પહેલાં તેને જાળવવાથી તાજગી અને સ્વાદમાં વધારો થશે.
તો આ હતી મસાલા જાળવવાની રીતો. તો ચુકશો નહીં, કારણ કે મસાલાના સ્વાદથી ભોજન પણ સ્વાદિષ્ટ બને છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,