કુર્તિ માત્ર શોર્ટ લેન્થમાં જ નહીં, બધી જ લેન્થમાં ઉપલબ્ધ છે. આજકાલ જે લેન્થ ચાલે છે એ છે ફુલ લેન્થ. ફુલ લેન્થ એટલે કે નીચેથી લેગિંગ્સ માત્ર બે ઇંચ કે ચાર ઇંચ જ દેખાય.ફુલ લેન્થ કુર્તિવધારે પડતી ફ્લોઇંગ ફેબ્રિકમાં સારી લાગે છે. ટ્રાન્સપરન્ટ, નોન-ટ્રાન્સપરન્ટ, ફ્રન્ટ ઝિપર, પ્લેન કે વર્કવાળા લુકમાં પણ એ આસાનીથી મળી રહી છે.
લોન્ગ કુરતી લાંબી યુવતીઓને વધુ સારી લાગે છે. ઓછી લંબાઇવાળી યુવતીઓ જો લોન્ગ કુરતી પહેરે તો તેઓ વધારે શોર્ટ લાગે છે.
શોર્ટ અને ભારે શરીરવાળા હોય અને ફુલ લેન્થ કુરતી પહેરવી જ હોય તો હાઈ નેકવાળી ન પહેરવી, એના બદલે બ્રોડ નેકલાઇનવાળી પસંદ કરવી જેથી અપર બોડી વધારે હેવી ન લાગે.
કુરતી ફોર્મલ વેઅર નથી પરંતુ ઇન્ડો-વેસ્ટર્ન કુરતી ઓફિસમાં સારી લાગી શકે. લોન્ગ કુરતી મોટા ભાગે ફ્લોઇંગ ફેબ્રિક્સમાં બને છે. જેમ કે શિફોન, જ્યોર્જેટ જેવાં સેમી-સિન્થેટિક ફેબ્રિક્સ જેના લીધે એ ચોળાયેલી નથી લાગતી અને લુક મેઇન્ટેઇન થાય છે. ફુલ લેન્થ કુરતીની સ્લીવ્ઝ મોટા ભાગે થ્રી-ફોર્થ જ હોય છે. એના લીધે ફોર્મલ લુક આવે છે. લોન્ગ કુરતી ડેનિમ, લેગિંગ્સ સાથે મિક્સ-મેચ કરી શકાય.
કોલેજમાં જતી યંગ યુવતીઓ માટે ઝિપવાળી કુરતી સારી લાગી શકે છે. એમાં પણ જો ટ્રાન્સપરન્ટ કુરતી હોય તો અંદર કોઈ કોન્ટ્રાસ્ટ કલરની સ્પેઘેટી પહેરી થોડો અલગ લુક આપ.