મોટોરોલાએ ભારતમાં Moto X4 લોન્ચ કર્યો છે. તેને સૌથી પહેલા IFA 2017માં લોન્ચ કરવામાં આવ્યો હતો.

Moto X4ને બે વેરિએન્ટમાં રજુ કરવામાં આવ્યો છે. 3GB રેમ અને 32GB ઇન્ટરનલ મેમોરી વેરિએન્ટની કિંમત 20,999 રૂપિયા છે. જ્યારે 4GB રેમ અને 64GB ઇન્ટરનલ મેમોરી વેરિએન્ટ 22,999 રૂપિયામાં ઉપલબ્ધ હશે.

એચડીએફસી ડેબીટ અને ક્રેડિટ કાર્ડ યૂઝર્સને તેના પર 10 ટકાનું ઇન્ટરેસ્ટ ડિસ્કાઉન્ટ મળશે. તથા તેની સાથે 50 ટકાની બાઇબેક ગેરેન્ટી પણ મળશે. એરટેલ સિમ કાર્ડ યૂઝર્સને 340GB એકસ્ટ્રા ડેટા આપવામાં આવશે.

\Moto X4 એન્ડ્રોઇડ 7.1 નૂગટ પર ચાલશે. તેમાં કોર્નિગ ગ્લાસ પ્રોટેક્શન સાથે 5.2 ઇંચની ફુલ HD (1080×1920 પિક્સેલ) LTPS IPS ડિસ્પ્લે આપવામાં આવી છે. Moto X4માં 2.2 GHz ક્વોલ્કોમ સ્નેપડ્રેગન 630 ઓક્ટોકોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. તથા તેમાં ફાસ્ટ ચાર્જિંગના માટે ટર્બો પાવરનું પણ ઓપ્શન છે. તેમાં 4GB રેમ સાથે 64GBની ઇન્ટરનલ મેમોરી આપવામાં આવી છે.

આ ઉપરાંત તેમાં 2TB સુધીનું માઇક્રો એસડી કાર્ડ સપોર્ટ કરે છે. ગ્રાફિક્સ માટે તેમાં Adreno 508 GPU આપવામાં આવ્યું છે.

Moto X4માં ડ્યુઅલ કેમેરો સેટઅપ આપવામાં આવ્યો છે. જો કેમેરા સેક્શનની વાત કરવામાં આવે તો તેમાં રિયરમાં f/2.0 અપર્ચર વાળો એક 12 મેગાપિક્સલનો કેમેરો અને f/2.2 અપર્ચર સાથે બીજો 8 મેગાપિક્સલનો વાઇડ એંગલ કેમેરો આપવામાં આવ્યો છે.

તેની ફ્રંટમાં સેલ્ફી માટે f/2.0 અપર્ચર સાથે 16 મેગાપિક્સલ કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફીને ખાસ બનાવવા માટે તેમાં લો લાઇટ મોડ, સેલ્ફી પેનોરમા સહિતાના ફિચર્સ આપવામાં આવ્યા છે.

Moto X4માં ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 3000mAhની બેટરી આપવામાં આવી છે. કંપનીનો દાવો છે કે 6 કલાકના ઉપયોગ માટે માત્ર 15 મિનિટમાં ચાર્જ કરી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.