જૂનો Smartphone ખરીદવો બજેટ માટે ફાયદાકારક રહે છે. પરંતુ જો સેકન્ડ હેન્ડ ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો કેટલીક વાતો ધ્યાનમાં રાખો. તેનાથી ન માત્ર તમે સારો Smartphone ખરીદી શકશો પરંતુ અન્ય કેટલાક પ્રકારની મુશ્કેલીઓથી પણ બચી શકશો.
બીલ, બોક્સ અને એસેસરીઝ માંગો
બીલ માંગીને તમે તે ક્લીયર કરી શકો છો કે ફોન વેચનાર પાસે ચોરી થયેલ ડિવાઈસ તો નથી ને, બીલ હશે તો આ ફોનને વેચવા અથવા રીપ્લેસ કરવામા સરળતા રહેશે તમે વેરીફિકેશન કરવા ઈચ્છો તો બોક્સ પર તમને IMEI નંબર પણ મળી જાય છે.
કેટલીક વખત સેંકડ હેન્ડ ફોન વેચનાર તમને ચોરીનો ફોન વેચી દે છે. જો તમે તેનાથી બચવા માંગો છો તો ફોનનું બોક્સ જરૂર લઇ લો. જો મોબાઈલ ચોરીનો હશે તો વેચનાર પાસે સ્માર્ટફોનનું બોક્સ હશે નહિ. તેમજ બીજો પણ એક રસ્તો છે કે, *#૦૬# ડાયલ કરીને ફોનનો IMEI નંબર ચેક કરો.
જો તમે ઓનલાઈન ફોન ખરીદી રહ્યા છો તો પેમેન્ટ હંમેશા સિક્યોર ચેનલથી જ કરો. તેનાથી તમારે ફોન પરત કરવા પર પૈસા સરળતાથી પાછા મળી જશે.